Crime

કલીનિકમાં કામલીલા: ડૉ પ્રતીક જોશીની પત્નીએ બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ..!?

આ મામલામાં તબીબની પત્નીએ પોતાના પતિથી કંટાળી આઘાતજનક પગલું ભર્યુ હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં…

Loading...

આ મામલામાં તબીબની પત્નીએ પોતાના પતિથી કંટાળી આઘાતજનક પગલું ભર્યુ હોવાનું સામે આવી રહ્યું છે.

વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં ડોક્ટર પ્રતિક જોષીની પાપલીલા સામે આવ્યા બાદ મહિલા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ અનગઢ દુષ્કર્મ કેસમાં ડૉક્ટરની કામલીલાના 135 વીડિયો ઉતાર્યા હોવાનો ખુલાસો કંપાઉન્ડર દિલીપ ગોહિલે પોલીસ પૂછપરછ કર્યો છે.

કંપાઉન્ડર પાસેથી મળેલી પેન ડ્રાઇવમાંથી 25 જેટલા વીડિયો પોલીસને મળ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ પ્રતિકની પત્નીને આ અંગે આઘાત લાગ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેની પત્નીએ બિલ્ડિંગ ઉપરથી કૂદકો લગાવ્યો હતો.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલામાં તબીબની પત્નીએ પોતાના પતિથી કંટાળી આઘાતજનક પગલું ભર્યુ હોવાનું સામે આવી રહ્યું છે.

ડૉક્ટર પ્રતિક જોષીની પત્નીના આપઘાત પ્રયાસના કથિત વીડિયો પણ સામે આવ્યા છે. હાલમાં ડૉક્ટરની કાળી કરતૂતો સામે આવ્યા બાદ તેની પત્ની પોતાની માતા સાથે રહેતી હતી જ્યાં તેણે ફ્લેટ પરથી પડતું મુક્યું હોવાનું સામે હતું.

વીડિયોમાં દેખાય છે કે, ગુલાબી ટીશર્ટ પહેલીને ફ્લેટના ટેરેશ પરથી કૂદકો મારી દીધો હતો. પ્રતિકની પત્નીનો કૂદકો મારતો કથિત વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં ડૉક્ટર પ્રતિક જોષી સામે થયેલી દુષ્કર્મની ફરિયાદ બાબત હવે નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પોલીસે આ કેસમાં આરોપી દિલીપ ગોહિલની સઘન પૂછપરછ કરી હતી. જેમાં દિલીપ ગોહિલે પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસાઓ કર્યા છે.

દિલીપે ડૉક્ટરના મહિલાઓ સાથે કામલીલા કરતા 135 જેટલા વીડિયો ઉતાર્યા હોવાની કબૂલાત કરી છે. દિલીપે મોબાઇલમાંથી અનેક વીડિયો ડિલીટ પણ કર્યા હતા. આ ઉપરાંત દિલીપે કેટલાક વીડિયો તેના ચાર મિત્રોને મોકલ્યા હોવાની પણ કબૂલાત કરી છે.

અનગઢના ઉપ સરપંચે વીડિયોના આધારે તબીબ પાસેથી 5 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની વાત પણ દિલીપે સ્વીકારી હોવાની માહિતી મળી છે.

દવાખાના પર પોલીસનું સર્ચ ઓપરેશન

અનગઢ ખાતે ડોક્ટરની સેક્સલીલાનો પર્દાફાશ થયા બાદ આજે પોલીસે ડોક્ટર પ્રતિક જોશીના દવાખાને પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાામાં આવ્યા બાદ પોલીસે ડોક્ટરની ક્લિનિક પર તપાસ કરતા ત્યાંથી ઇન્જેક્શન અને દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.

મહિલાઓ સાથેના વીડિયો વાયરલ

વડોદરાના પ્રતિક જોશી નામના તબીબના મહિલા દર્દીઓ સાથે કામલીલા મનાવતા 25 જેટલા વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ગામમાં ખાનગી ક્લિનિકની આડમાં તબીબ મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો અને સારવાર અર્થે આવતી મહિલાઓ સાથે પાપલીલા આચરતો હતો.

આ અંગેના સામે આવેલા વીડિયોમાં તબીબ અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતો નજરે જોવા મળ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ તબીબ ક્લીનીકને તાળા મારીને ફરાર થઈ ગયો છે.

તબીબ વ્યાજે રૂપિયા પણ આપતો હતો

પ્રતિક જોશી નામનો તબીબ ક્લિનિકની આડમાં તે મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરતો હતો. પ્રાપ્ત વિગત મુજબ આ તબીબ ગામમાં લોકોને વ્યાજે રૂપિયા પણ આપતો હતો. તગડા વ્યાજે નાણા આપ્યા બાદ વ્યાજ અને મુદ્દત સમયસર ન મળતા તે પઠાણી ઉઘરાણી કરતો.

ગામના અનેક લોકો આ નરાધમના કર્જ તળે દબાયેલા છે. જ્યાં સામે આવેલા વીડિયોમાં આ હવસખોર તબીબ કામલીલા આચર્યા બાદ મહિલાને રૂપિયા આપતા પણ સ્પષ્ટ નજરે પડે છે. જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

ગોળી આપીને કરતો બેભાન

મળતી માહિતી પ્રમાણે ડોક્ટર મહિલાઓને ગોળી આપ્યા બાદ કામલીલા આચરતો હતો. ગોળી ગળ્યા બાદ મહિલાઓ બેભાન બની જતી હતી. બાદમાં ડોક્ટર તેમની સાથે પાપાચાર આચતો હતો. બાદમાં ડોક્ટર મહિલાઓને વીડિયો વાયરલ કરવાની ધાકધમકી આપીને રૂપિયાની માંગણી કરતો હતો.

loading...