Crime

ગોંડલ : પ્રેમી મિત્રો પાસેથી કરાવતો દુષ્કર્મ, પ્રેમિકાએ ઝેર ઘોળી કર્યો આપઘાત…!

રાજકોટના ગોંડલમાં સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. તેણે સ્યુસાઈડ નોટમાં પ્રેમી અને પ્રેમીના પરિવારજનોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં…

રાજકોટના ગોંડલમાં સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. તેણે સ્યુસાઈડ નોટમાં પ્રેમી અને પ્રેમીના પરિવારજનોનો ઉલ્લેખ કર્યો છે.

જેમાં પ્રેમી અને તેના પરિવારજનો માનસિક ત્રાસ આપતા હોવાનું અને પ્રેમીના મિત્રો દ્વારા દુષ્કર્મ આચર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે 376 પોસ્કો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમમાં નાસીપાસ થયેલી એક સગીરાએ ગોંડલ તુલસીબાગમાં ઝેરી દવા પી આપઘાત કર્યો છે. યુવતીએ તુલસીબાગમાં ઝેર પી લેતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

પ્રેમીના મિત્રો દ્વારા દુષ્કર્મ આચર્યાનો સગીરાએ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો.

સગીરાને અગાઉ તેના જ ગામનો જિજ્ઞેશ મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો. આ યુવાન સાથે આગામી સમયમાં તેના લગ્ન થવાના હતા. પણ હવે તેણે લગ્ન માટે ના પાડી દેતાં સગીરાએ ઝેર પીવાનું પગલુ ભર્યું હતું.

આપઘાત કરનાર સગીરાના પિતા છૂટક મજૂરી કરી છે. અગાઉ સગીરા અને યુવક ભાગી ગયા હતા. પણ સગીરાની ઊંમર પુખ્ત ન હોવાથી કેસ થયો હતો. સગીરાને રાજકોટ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે ખસેડાઈ હતી.

બીજી તરફ યુવકને જેલભેગો કરાયો હતો. બાદમાં યુવક છૂટી ગયો હતો. પછીથી સમાધાન થતા બંનેનાં લગ્ન કરવાના હતા. પરંતુ જિજ્ઞેશે લગ્ન નહિં કરે તેવું જણાવ્યું હતું. તેથી સગીરાએ ઝેર પી લેતાં તેને તાત્કાલિક ગોંડલ સારવાર માટે ખસેડાયા બાદ ત્યાંથી રાજકોટ ખાતે રિફર કરાઈ હતી.

પરંતુ યુવતીએ દમ તોડ્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે સગીરાની સુસાઈડ નોટ કબજે કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

loading...