Crime

વડોદરાઃ મહિલા દર્દીઓ સાથેના તબીબોના અસ્લીલ વિડિયો મામલે થયા નવા ખુલાસા…!?

નંદેસરી પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવતાં અનગઢ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું ભગવાનનો બીજો અવતાર મનાતા વડોદરાના એક ડોક્ટરનો મહિલા…

Loading...

નંદેસરી પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવતાં અનગઢ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું

ભગવાનનો બીજો અવતાર મનાતા વડોદરાના એક ડોક્ટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલા મનાવતા 25 જેટલા વિડીયો વાયરલ થયા છે. શહેર નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટીસ કરતા આ તબિબના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માનતા વિડીયો વાયરલ થતા, તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગોત્રી રોડ ઉપર આવેલા ક્રિષ્ણા ટાઉનશિપમાં રહેતા બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષી વડોદરા ગ્રામ્યના અનગઢ ગામમાં જનરલ પ્રેક્ટીસ કરે છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. અને તે બાદ તેઓ સાથે પોતાના ક્લિનીકમાંજ સેક્સલીલા માણે છે.

વડોદરાનાં અનગઢ ગામની મહિલા પેસન્ટને પ્રેમજાળમાં ફસાવી તબીબે કરેલી કામલીલાના પ્રકરણમાં નવા ખુલાસા થયા છે. જેમાં ગામનાં કેટલાંક શખ્સોએ ડોક્ટરનાં અસ્લિલ વીડિયો થકી તેને બ્લેક મેઈલ કરી તેની પાસેથી નાણા પડાવ્યા હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. આ મામલે નંદેસરી પોલીસે ગામમાં જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડોક્ટરે અનગઢ ગામની ૬ જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાનું કહેવાય છે.

અનગઢ ગામે ક્લિનિક ધરાવતા તબીબ પ્રતિક જોષીએ મહિલા પેસન્ટને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેમન સાથે શરીર સુખ માણતો હતો. મહિલાઓને નશીલી દવા આપી તેમની સાથે પોતાની હવસ સંતોષનાર તબીબનાં અસ્લિ વીડિયો તેનો કમ્પાઉન્ડર જાતે ઉતારતો હતો. તબીબની આ કામલીલાનો ભોગ બનેલી પીડિતાએ નંદેસરી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અનગઢ ગામે ક્લિનિક ધરાવતા તબીબ પ્રતિક જોષીનાં અસ્લિલ વીડિયો મારફતે ગામના કેટલાક શખ્સો બ્લેકમેઈલ કરતા હતા. નંદેસરી પોલીસે આવા પાંચ ઈસમો વિરુદ્ધ પણ તપાસ હાથ ધરી છે. અનગઢ ગામના ઉપસરપંચની મુખ્ય ભૂમિકા હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.પોલીસે તમામ આરોપીઓની ધરપકડનો દોર શરૂ કર્યો છે.

તબીબનાં મહિલાઓ સાથેનાં અસ્લિલ વીડિયો મારફતે તમામ આરોપીઓએ તબીબ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. હવે ટૂંક સમયમાં આ તમામ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ મામલે પોલીસે અનગઢ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ગામમાં પોલીસના સર્ચને પગલે લોકોનાં ટોળા પણ રસ્તા ઉપર ઉતર્યા હતા. પોલીસ દ્વારા તબીબનાં ક્લિનિક ઉપર પણ સર્ચ કરવામાં આવતા ત્યાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભ નિરોધકોનો જથ્થો મળી આવતાં તેને જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

એવી પણ માહિતી મળી છે કે, એક માસ પૂર્વે ડો. પ્રતિક જોષીના વિડીયો વાયરલ થયા બાદ ડોક્ટરને અનગઢ ગામ છોડવાનો વખત આવ્યો છે. પોતાની પાપલીલાના વિડીયો વાયરલ થયા પછી પણ આ ડોક્ટરે પુનઃ અનગઢ ગામમાં પોતાનું ક્લિનીક શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ડોક્ટરને ગામ લોકો પોતાના ઉપર રોષે ભરાયા હોવાની ગંધ આવી જતાં તેઓએ પુનઃ પોતાની ક્લિનીક શરૂ કરવાની હિંમત કરી ન હતી. અને છેલ્લા ૧ માસથી તેઓ લાપતા થઇ ગયા છે.

loading...