Crime

વડોદરા: સુખી સંપન્ન પરિવારના દંપતીનો ૨૩ વર્ષના દીકરા સાથે આપઘાત..

ઘરથી દૂર ગાડીમાં બેસીને ઝેર પીધું વડોદરા: શહેરનાં એક સંપન્ન પરિવારે પોતાની કારમાં સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે….

Loading...

ઘરથી દૂર ગાડીમાં બેસીને ઝેર પીધું

વડોદરા: શહેરનાં એક સંપન્ન પરિવારે પોતાની કારમાં સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિવારે પાવાગઢ હાઈવે પર આવેલા ભાટ ગામ પાસે પોતાની કારમાં બેઠા-બેઠા જ ઝેર પી લીધું હતું. મૃતક પરિવાર શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો હતો.

બુધવારે રાત્રે ભાટગામ આવ્યા હતા

મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીના બંગલા નંબર 1664માં રહેતા વિક્રમ ત્રિવેદી(ઉં. 55 વર્ષ), તેમનાં પત્ની હિનાબેન ત્રિવેદી (ઉં.52) અને પુત્ર હર્નિલ (ઉં. 23 વર્ષ) બુધવારે રાત્રે પોતાના ઘરેથી ભાટ ગામ પાસે આવ્યા હતા. આ પરિવારે કારની અંદર જ ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણેયના મોત થયા હતા. આ અંગે એક સ્થાનિકે પોલીસને જાણ કરી હતી કે, રસ્તા પર પાર્ક કરાયેલી કારમાં ત્રણ ડેડબોડી પડી છે.

કેમ કર્યો સામુહિક આપઘાત?

આ અંગેની માહિતી મળતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ત્રણેય મૃત હાલતમાં હતા. મૃતદેહોને પીએમ માટે મોકલી આપીને પોલીસે શા માટે આખાય પરિવારે આપઘાત કર્યો તેની તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે. પોલીસને મળેલી માહિતી અનુસાર, મૃતક વિક્રમ ત્રિવેદીને કલર કામનો બિઝનેસ હતો.

પરિવાર ખાધેપીધે સુખી હતો

મકરપુરામાં રહેતો ત્રિવેદી પરિવાર ખાધેપીધે પણ સુખી હતો. પોલીસને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે, વિક્રમભાઈને આર્થિક સંકડાશ હોય તેવી નક્કર કડી નથી મળી. વળી, પરિવારમાં કોઈ કંકાસ પણ નહોતો. પોલીસે હાલ મૃતકોના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી છે. મૃતકનો એક ભાઈ ઓસ્ટ્રેલિયા, જ્યારે બીજો હૈદરાબાદ રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

loading...