Entertainment

‘ધ કપિલ શર્મા શો’ ની થઇ રહી છે વાપસી, Kapil Sharma એ આપ્યા સંકેત

વર્ષ ૨૦૧૭ પૂર્ણ થઇ ગયું છે અને જો વાત કરવામાં આવે Kapil Sharma ની તો તેમના માટે વર્ષ ૨૦૧૭ કંઈ…

વર્ષ ૨૦૧૭ પૂર્ણ થઇ ગયું છે અને જો વાત કરવામાં આવે Kapil Sharma ની તો તેમના માટે વર્ષ ૨૦૧૭ કંઈ ખાસ રહ્યું નથી. તેનું કારણ છે Kapil Sharma ની ભૂલો. પ્રાપ્ત માહિતી મુજબ, આવતા વર્ષે કપિલ શર્મા એકવાર ફરીથી દર્શકોની વચ્ચે હાજર થવાના છે. કપિલ શર્મા ૨૦૧૮ માં વાપસી કરવા માટે એકદમ તૈયાર છે. તેના માટે તે બહુ જલ્દી પ્રોમોનું શૂટિંગ કરશે. જો કે, આ શોમાં ક્યા સ્ટાર્સ નજર આવશે તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એટલું જરૂર છે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં શૂટિંગનું શેડ્યુલ રાખવામાં આવ્યું છે.

કપિલ શર્માએ ફિલ્મ ફિરંગીના પ્રમોશન દરમિયાન કબુલ્યું હતું કે, તેમણે ‘ધ કપિલ શર્મા શો’ પરત લાવવાનું મન બનાવી લીધું છે. તો બીજી તરફ, સુનીલ ગ્રોવરની પણ આ શોમાં વાપસી થવાના અણસાર છે. આજે કપિલ શર્માએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેનાથી તે સ્પષ્ટ થઇ જાય છે કે, કપિલ શર્મા શો પરત લાવવા માટેના સંકેત આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ફ્લાઈટમાં થયેલ લડાઈ પછી સુનીલ ગ્રોવર સાથે-સાથે અલી અસગર, ચંદન પ્રભાકર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હતો. આ બધાના ગયા પછી શોની ટીઆરપીમાં ઘટાડો થયો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મા ‘ધ કપિલ શર્મા શો’ માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું હતું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

loading...