Entertainment

પેડમેન પર કાયદાકીય ખતરો મંડરાયો,અક્ષય કુમાર વિરુદ્ધ FIR દાખલ

અક્ષય કુમારની હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ પેડમેનને દર્શકોની સાથે સાથે ક્રિટિક્સનો પણ સારો રિવ્યૂ મળ્યો છે.પરંતુ આ ફિલ્મ હવે…

અક્ષય કુમારની હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ પેડમેનને દર્શકોની સાથે સાથે ક્રિટિક્સનો પણ સારો રિવ્યૂ મળ્યો છે.પરંતુ આ ફિલ્મ હવે કાયદાકીય મામલે ફસાઇ ગઇ છે.એક લેખકે ફિલ્મ નિર્માતાઓ પર તેમની સ્ક્રિપ્ટના સીન ચોરવાનો આરોપ લગાવ્યો છે.લેખક રિપૂદમન જયસવાલે અક્ષયની વિરુદ્ધ FIR પણ દાખલ કરી દીધી છે.

લેખકના મતે તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ ધર્મા પ્રોડક્શનને આપી હતી.અને તેની સ્ક્રિપ્ટના સીન ચોરીને ફિલ્મમાં નાંખવામાં આવ્યાં છે.તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર આશરે બે મહિના પહેલાં લખ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં મેં અરુણાચલમ મુરુગનાથન અને સાતી બાયોડિગ્રેબલ સેનેટરી પેડ્સ પર એક સ્ક્રિપ્ટ લખી હતી અને તેને રજીસ્ટર પણ કરાવી હતી.

5 ડિસેમ્બર 2016ના રોજ સ્ક્રીન રાઇટર એસોશિએશનમાં સ્ક્રિપ્ટ રજીસ્ટર કરાવી હતી અને રેયાન સ્ટીફન અને વિક્રમાદિત્ય મોટવાનીને મોકલી છે. અને ત્યારબાદ ટ્વિંકલ ખન્નાએ આ ફિલ્મની જાહેરાત કરી.સાથે જ તેણે કહ્યું છે કે,ફિલ્મમાં અનેક સીન્સ તેની સ્ક્રિપ્ટમાંથી ચોરવામાં આવ્યા છે.ફિલ્મમાં રક્ષાબંધનના કાલ્પનિક સીનને પણ ચોરવામાં આવ્યો છે.તેવો આક્ષેપ લેખકે કર્યો હતો.

( Source : vtvgujarati )

loading...