Entertainment

જાણો શું છે દયાભાભીની લાડકી દીકરીનું નામ, થઈ સાડા ત્રણ મહિનાની

‘તારક મહેતા..’ના દયાભાભી એટલે કે દિશા વાકાણીએ નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. દયાભાભીની દીકરી હવે સાડા ત્રણ મહિનાની થઈ ગઈ…

Loading...

‘તારક મહેતા..’ના દયાભાભી એટલે કે દિશા વાકાણીએ નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. દયાભાભીની દીકરી હવે સાડા ત્રણ મહિનાની થઈ ગઈ છે. સાડા ત્રણ મહિના બાદ દયાભાભીની દીકરીનું નામ સામે આવ્યું છે. દયાભાભીની દીકરીનું નામ સ્તુતિ છે.

આવો છે સ્તુતિનો અર્થઃ
દયાભાભીની દીકરીનું નામ સ્તુતિ છે અને સ્તુતિનો અર્થ થાય છે ભગવાનની પ્રાર્થના. આ સિવાય વખાણ કરવા એવો પણ એક અર્થ થાય છે.

disha vakani

જાન્યુઆરીમાં આવ્યા હતાં ગુજરાતઃ
21 જાન્યુઆરીના રોજ દયાભાભી પતિ તથા દીકરી સાથે જામનગરના નાગેશ્વર મંદિરમાં દર્શને આવ્યા હતાં.

28મી નવેમ્બરે આપ્યો હતો જન્મઃ
વાતચીતમાં દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીએ કહ્યું હતું કે દિશાએ 28 નવેમ્બરના રોજ મોડી સાંજે મુંબઈની પવઈ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. દિશાની નોર્મલ ડિલિવરી હતી.

શોમાં નહીં આવે પરત?
હાલમાં ટેલિવૂડમાં એવી ગોસિપ ચાલી રહી છે કે દિશા વાકાણીએ હજી સુધી પોતે ક્યારેય શોમાં પરત આવશે, તેની કોઈ ચોક્કસ તારીખ આપી નથી. દિશાની દીકરી હજી માંડ ચાર મહિનાની છે અને તે તમામ ધ્યાન દીકરીમાં જ આપવા માંગે છે. જોકે, પ્રોડક્શન હાઉસ જેમ બને તેમ જલ્દીથી દિશા પરત ફરે તેમ ઈચ્છી રહ્યું છે. જોકે, હાલમાં દિશા જલ્દીથી શોમાં પરત આવે તેવા કોઈ સંકેતો મળતા નથી

loading...