Entertainment, Social

જાણો, શેરાનો પગાર કેટલો છે, કેવી રીતે બન્યો સલમાન ખાનનો બોડીગાર્ડ ?

બોડીગાર્ડની નોકરીને સમાજમાં લોકો નીચી ગણે છે પણ જો તમે સલમાન ખાનનાં બોડીગાર્ડ હોવ તો તમારી માર્કેટવેલ્યુ જોરદાર વધી જાય…

બોડીગાર્ડની નોકરીને સમાજમાં લોકો નીચી ગણે છે પણ જો તમે સલમાન ખાનનાં બોડીગાર્ડ હોવ તો તમારી માર્કેટવેલ્યુ જોરદાર વધી જાય છે. આજે આપણે વાત કરવાના છીએ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની. શેરા નામ મુજબ શેર જ છે.

 

શેરા ૨૦ વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે અને તે પડછાયાની માફક સાથે જ હોય છે. જો કે શેરાને રાતોરાત સફળતા નથી મળી. તે માટે શેરાએ જીમમાં પરસેવો પાડ્યો છે. શેરા ભણવામાં ખુબ નબળો હોવાથી જીમમાં જઈને બોડીગાર્ડ બનવાનું નક્કી કર્યું.

 

શેરા સલમાન ખાનને માલિક કહે છે અને જણાવે છે કે હું આજે જે કઈ પણ છું તે માલિકનાં કારણે છું. શેરાનું પૂરું નામ ગુરમિતસિંહ શેરા છે. શેરાએ પોતાની મહેનત અને વિશ્વાસથી ખાન પરિવારમાં આગવું સ્થાન બનાવ્યું છે.

 

તમે એ જાણીને ચોંકી જશો કે શેરાનો વાર્ષિક પગાર ૨ કરોડ રૂપિયા છે. મતલબ શેરાને દરમહિને ૧૫ લાખ રૂપિયા મળે છે. આ ઉપરાંત શેરાની એક સિક્યુરીટી કંપની છે. સલમાન ખાને પોતાની બોડીગાર્ડ ફિલ્મ શેરાને સમર્પિત કરી હતી.

 

શેરાનો જન્મ મુંબઈનાં અંધેરી વિસ્તારમાં એક શીખ પરિવારમાં થયો હતો. શેરાને ટાઈગર નામનો એક પુત્ર છે જેને સલમાન ખાન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.

loading...