Entertainment

તારક મેહતા માંથી ફરી ગાયબ થઈ દયાબેન, જાણો શું છે કારણ…

ફેમસ કોમેડી શો ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ માં દયાબેનનો રોલ પ્લે કરી ફેમસ થયેલ દિશા વાકાણીની ગેરહાજરીથી ફેંસ વધારે…

Loading...

ફેમસ કોમેડી શો ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ માં દયાબેનનો રોલ પ્લે કરી ફેમસ થયેલ દિશા વાકાણીની ગેરહાજરીથી ફેંસ વધારે નિરાશ છે.

માર્ચના અંતિમ અઠવાડિયામાં દિશાએ શોમાં કમબેક કર્યું હતું. પરંતુ હવે તે શોમાંથી ગાયબ છે. અંતે તેનું કારણ શું છે આવો જાણીએ.

પ્રાપ્ત માહિતી મુજબ, શોની ટીમ એક્ટ્રેસની રી-એન્ટ્રી કરાવાના પ્રયત્નમાં છે પરંતુ અત્યારે દિશા વાકાણી વાપસીના મૂડમાં નથી અને તે હજુ થોડા ઘણા મહિના તેની પુત્રીની દેખરેખ કરવા માંગે છે.

પ્રોડક્શન હાઉસના સૂત્રોએ જણાવ્યું કે, અમે દિશા સાથે સંપર્કમાં છીએ પરંતુ હજુ તેમની તરફથી કોઈ ઉત્તર મળ્યો નથી. તેની પુત્રી હજુ નાની છે અને આ કારણે અમે તેમની મજબૂરી સમજી શકીએ.

અત્યારે તે પર્સનલ કમિટમેન્ટ પર વધારે ફોકસ કરવા માંગે છે પરંતુ અમે પણ હજી હાર માની નથી. અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ કે દિશાની બહુ જલ્દી શોમાં એન્ટ્રી થાય. તે શોનો મહત્વનો ભાગ છે.

‘હે માં માતાજી…’ ફેમ દયાબેનના ફેંસ અત્યારે તેમને સિરીયલમાં ખૂબ મિસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સિરીયલમાં દયાબેનનો રોલ દિશા વાકાણી પ્લે કરી રહી છે. ઘણા લાંબા સમયથી આ સિરીયલ ટીઆરપીની યાદીમાં ટોપ ૧૦ શોમાં પોતની જગ્યા બનાવેલ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની ફેવરેટ એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણીએ ૩૦ નવેમ્બર ૨૦૧૭ ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. દિશાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શો માટે અંતિમ શૂટિંગ કર્યું હતું.

તે દમિયાન દિશા વાકાણીએ તેની પુત્રીનો ફર્સ્ટ ફોટો શેયર કર્યો હતો. દિશાની પુત્રીનો ફોટો સામે આવી ગયો છે અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો ખુદ દિશા વાકાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો હતો.

ફેમસ કોમેડી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં પોતાના અલગ ફની ડાયલોગ અને કમાલની અદાકારીથી ઘરઘરમાં પોતાની ઓળખાણ બનાવનારી દયા ભાભીનાં રૂપમાં ફેમસ અભિનેત્રી દિશા વાકાણી અત્યારે ઘરદીઠ ફેમસ છે.

દિશાએ ૨૦૧૫ માં મયુર પંડ્યા સાથે મેરેજ કર્યા હતા. દિશા વાકાણી સિરીયલ સિવાય ઘણી ફિલ્મો જેવી કે, શાહરૂખ ખાનની દેવદાસ, આમિર ખાનની મંગલ પાંડે : ધ રાઈજિંગ, સી કંપની અને હૃતિક રોશનની જોધા અકબર, લવ સ્ટોરી ૨૦૫૦ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

loading...