Lifestyle, Social

લગ્ન ના એક દિવસ પહેલા છોકરીઓ વિચારે છે કઈક આવું…

આપણે દરેક લોકો જાણીએ છીએ કે લગ્ન કરવા એક ભારતીય પરંપરા છે. લગ્નને લઇને દરેક છોકરા અને છોકરીના મગજમાં જાત…

આપણે દરેક લોકો જાણીએ છીએ કે લગ્ન કરવા એક ભારતીય પરંપરા છે. લગ્નને લઇને દરેક છોકરા અને છોકરીના મગજમાં જાત જાતના વિચાર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નના એક દિવસ પહેલા છોકરીઓના મગજમાં શું ચાલે છે.

તમને લાગતું હશે કે લગ્નનાં એક દિવસ પહેલા લગ્ન અને હનીમૂન માટે વિચારતી હશે. પરંતુ તમે ખોટા છો. લગ્ન પહેલા છોકરીઓના મગજમાં આવી વાતો આવે છે.

લગ્નનાં એક દિવસ પહેલા એવું વિચારે છે કે શું હું જે ઘરમાં જવાની છું તે લોકો મારાથી ખુશ રહેશે. સૌથી વધારે તે છોકરાની મમ્મી માટે વિચારે છે. કે શું તે મને પોતાની માનશે?

છોકરીઓ એવું પણ વિચારે છે કે મારા સાસરે હું આરામથી તો રહી શકીશ ને. લગ્ન કરીને ભૂલ તો નથી કરતી ને.

દરેક છોકરી લગ્ન પહેલા એવું વિચારે છે કે શું અત્યારે લગ્ન કરીને ઉતાવળ તો કરતી નથીને. શું મારે હજુ વધારે સમય લેવો જોઇતો હતો?

દરેક છોકરી લગ્ન પહેલા એવું જરૂરથી વિચારે છે કે શું અમે જીવનભર સાથ નિભાવી શકીશું. જો કે આ સવાલ તો પતિ અને પત્ની બંનેની સમજદારી પર નિર્ભર હોય છે. પરંતુ દરેક છોકરી લગ્ન પહેલા તેના પતિ માટે જરૂરથી વિચારે છે.


લગ્નમાં થનાર ખર્ચા માટે પણ જરૂરથી વિચારે છે. દરેક છોકરી એવું વિચારે છે કે શું મારા લગ્ન મારા પપ્પા પર બોજ તો બની રહ્યા નથી ને. શું મે મારા લગ્નમાં જરૂરિયાત કરતાં વધારે ખર્ચા તો કર્યા નથી ને?

loading...