Lifestyle

ઉંમર પ્રમાણે આટલી બચત ન કરી તો પાછળ થી પેટ ભરી પસ્તાશો.!!

આરામદાયક નિવૃત્ત જીવન વિતાવવા માગો છો? તાજેતરમાં અમેરિકા સ્થિત એક ફાઇનન્સિયલ પોર્ટેલ એવો લેખ પ્રસારીત કર્યો હતો જેમાં કહેવમાં આવ્યું…

આરામદાયક નિવૃત્ત જીવન વિતાવવા માગો છો?

તાજેતરમાં અમેરિકા સ્થિત એક ફાઇનન્સિયલ પોર્ટેલ એવો લેખ પ્રસારીત કર્યો હતો જેમાં કહેવમાં આવ્યું હતું કે પાછળની લાઇફ આરામથી જીવવી હોય તો વ્યક્તિ જ્યારે 35 વર્ષનો થાય ત્યારે તેની પાસે તેની જેટલી વાર્ષિક આવક હોય તેનાથી બમણી રકમ બચત તરીકે હોવી જોઈએ.

જોકે દુનિયાભરના અનેક લોકોએ તેને સીરિયસલી લેવાની જગ્યાએ વ્યંગ્યાત્મક રીપ્લાય દ્વારા લેખ અને લેખકને જ ટાર્ગેટ કર્યા હતા. જ્યારે અમારા સહોયોગી ઈકોનોમિક્સ ટાઇમ્સે આ માટે ફાઇનાન્સિયલ પ્લાનરને મળી અને જાણ્યુ હતું કે આરામદાયક નિવૃત્ત જીવન જીવવું હોય તો એક ભારતીય વ્યક્તિ ઉંમરના વિવિધ તબક્કામાં કેટલા રુપિયા બચાવવા જોઈએ.

આ રીતે કરો ફાઇનાન્સિયલ પ્લાનિંગ

ફાઇનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરુવાલાએ કહ્યું કે, ‘સામાન્ય રીતે આ માટે તમે ક્યારે રીટાયર્મેન્ટ લેવાના છો. તમારી લાઇફસ્ટાઇલ કેવી છે અને તમારી જુરુરિયાત કેવી છે આ બધા મુદ્દા પર વિચાર કર્યા બાદ નક્કી કરી શકાય છે કે તમારે આરામદાયક રીટાયરમેન્ટ માટે કટેલું ભંડોળ જોઈશે. આમ આ રકમ વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય છે.’

નાની ઉંમરે સાવધ થઈ જાવ નહીંતર…

અન્ય એક ફાઇનાન્સિયલ પ્લાનર સુરેશ સદાગોપને કહ્યું કે, ‘આ રકમ કેટલી અને કઈ રીતે વધારવી તે વ્યક્તિના પોતાના ફાઇનાન્સિયલ ડિસિપ્લિન પર પણ આધાર રાખે છે.

જેમ કે જો કોઈ વ્યક્તિ 25 વર્ષનો હોય અને ત્યારે તેને પહેલી જોબ લાગે પછી તે સતત પોતાની આવકના 5% રીટાયર્મેન્ટ માટે સેવ કરતો હોય તો તેની સામે જે વ્યક્તિ મોડેથી સેવિંગ કરવાનું ચાલુ કરે અથવા અનિયમિત રીતે સેવિંગ કરતો હોય તેને વધુ રુપિયા ચુકવવા પડે છે.’

યંગ અને રેસ્ટલેસ

સમાન્ય રીતે જે યુવાન હોય છે તેઓના ખર્ચા પણ વધુ હોય છે. તેમાં પણ આજે જેમનો જન્મ 1080 પછી થયો છે તેવા બધા જ લોકો યુવાનીના એ તબક્કામાં છે જ્યાં તેઓ જેટલું કમાય છે સામે તેટલું જ ખર્ચ કરે છે.

ખર્ચ કરવા માટે અનેક જગ્યાઓ છે હોટેલ્સ, ટ્રાવેલ, ગેજેટ્સ,મૂવી, ડાઇન આઉટ, લોન્સ ઈએમઆઈ જેવા ખર્ચા બાદ ખૂબ જ નાની રકમ કદાચ બચત માટે બચે છે. જેમાંથી રીટાયરમેન્ટ પ્લાનિંગ ન થઈ શકે.

નિષ્ણાંતો જણાવે છે કે સામાન્ય રીતે તમે 25 વર્ષના થાવ ત્યારથી જ તમારી આવકના ઓછામાં ઓછા 5% તમારે રીટાયરમેન્ટ ફંડ તરીકે બચત કરવાનું શરુ કરી દેવું જોઈએ.

મિડલ યર્સ

આ એ સમય છે જે દરમિયાન તમારી પર જવાબદારી વધે છે. આજે જે 35-45 વર્ષની ઉંમરનના છે તેઓ પર પોતાની લાઇફસ્ટાઇલ મેન્ટેઇન કરવા સાથે બાળકોની ફીઝ અને બીજા ખર્ચા એટલા હોય છે કે તેઓ રીટાયર્મેન્ટ પ્લાનને પાછળ ઠેલવા મંડે છે. જોકે આ ખોટું પગલું છે.

જ્યારે તમે હજુ સુધી સેવિંગ કર્યું જ ન હોય તો હવે તમારે દર મહિને આવકના 20% બચત કરવાનું શરુ કરી દેવું જોઈએ અને પછી તેને ધીમે ધીમે તમારી જરુરિયાત મુજબ 40-50 ટકા સુધી લઈ જવું જોઈએ. જ્યારે સાદાગોપન માને છે કે જે લોકો આજે 35 પહોંચી ગયા છે તેમણે ઓછામાં ઓછું 10% રકમ તો રીટાયરમેન્ટ પ્લાન તરીકે સેવ કરવી જ જોઈએ.

ઉંમરની સાથે વધારતા જાવ સેવિંગ્સ

25 વર્ષે 5% 35 વર્ષે 10% આ રીતે જ જેમ જેમ વર્ષ વધતા જાય તેમ તેમ તમારું રોકાણ પણ વધારતા જાવ. આ રીતે ઓછામાં ઓછું 50 વર્ષ સુધી સેવિંગ કરવું જોઈએ. આ સેવિંગ્સમાં તમારુ પીએફ કે બીજા ફરજીયાત સેવિંગ્સ નથી આવતા. આ તમારુ પર્સનલ સેવિંગ્સ હોવું જોઇએ.

પછી વધુ બચાવશો તે વિચારથી રહેવું જોઈએ દૂર

ત્યારે તમને સવાલ થશે કે શા માટે ફક્ત 10% જ બચાવવા જોઈએ જ્યારે આજે સેલેરી પણ દર વર્ષે વધે છે. જોકે તે સાથે હોમલોન, ટેક્સ અને બાળકોની સ્કૂલ જેવા નંબર તમારા સેવિંગ્સ ગોલ પર અસર કરે છે જેથી એકસાથે મોટી રકમ સેવિંગ્સ કરવાની જગ્યાએ નિયમિત રીતે થોડી થોડી રકમ સેવ કરતા રહેશો તો જ લાંબાગાળે આરામથી નિવૃત્ત લાઇફ ગાળી શકો તેટલું ફંડ ભેગુ થઈ શકશે.

નિવૃત્તિની નજીક પહોંચ્યા બાદ

જ્યારે તમે નિવૃત્તિની નજીક હોવ છો ત્યારે સંતાનોના ઉચ્ચઅભ્યાસ અને લગ્ન આ બે મોટા ખર્ચ હોય છે. જે તમારી આવકનો ઘણોખરો ભાગ લઈ જાય છે. જોકે નિષ્ણાંતોના મતે 50ની ઉમર ક્રોસ કર્યા પછી નિવૃતિ સુધી તમારે ઓછામાં ઓછા 15% જેટલું સેવિંગ કરવું જોઈએ.

જોકે આ સાથે જ તેઓ એમ પણ કરે છે કે આ ટકાવારી વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઇ શકે છે. જે વ્યક્તિગત લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે.

loading...