Lifestyle

સૌંદર્ય સમસ્યા ?. આ ટિપ્સ અપનાવો..

રૃક્ષ ત્વચા માટે મુલતાની માટી,ચણાનો લોટ અથવા  જવનો લોટ, ઇંડુ, માખણ અથવા મલાઇ, બદામનું તેલ, મધ, હળદર ભેળવી પેસ્ટ બનાવી…

રૃક્ષ ત્વચા માટે મુલતાની માટી,ચણાનો લોટ અથવા  જવનો લોટ, ઇંડુ, માખણ અથવા મલાઇ, બદામનું તેલ, મધ, હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવું. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો.

હું ૨૫ વરસની ગુજરાતના ગામડામાં રહેતી યુવતી છું. મેં અત્યાર સુધી કોઇ પણ પ્રકારના સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કર્યો નથી. હવે એકાદ-બે મહિનામાં મારા લગ્ન થવાના છે. તેથી મારે મેકઅપની વારંવાર જરૃર પડશે. તો હવે મારે એ જાણવું છે કે મેકઅપ કરવાથી મારી ત્વચા પર કોઇ દુષ્પ્રભાવ પડશે કે નહીં.
– એક યુવતી (ગુજરાત)

*  સૂતા પહેલાં ઉચ્ચગુણવક્તાયુક્ત ડીપ ક્લિઝિંગ  મિલ્કથી ત્વચાની સારી રીતે સફાઇ કરવી જેથી સૌંદર્ય પ્રસાધનથી ત્વચા પ્રભાવિત થાય નહીં.ક્લિંઝર ત્વચાને અનુરૃપ જ હોવું જોઇએ. ક્લિંજરના ઉપયોગ બાદ ભીના રૃના પૂમડાંથી ત્વચા સાફ કરવી તેમજ ચહેરો ધોઇ નાખવો. ત્યાર બાદ આલ્કોહોલ રહિત ટોનરથી ત્વચા ટોનઅપ કરવી. ત્યાર બાદ નાઇટ ક્રીમ લગાડવું. અઠવાડિયામાં એકવાર ચહેરા પર ઉચ્ચગુણવક્તાયુક્ત જેલ લગાડવું. તેનાથી ડેડ સ્કિન, બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર થાય છે. ઘર બહાર નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાડવું.

હું ૨૨ વરસની યુવતી છું. મારી હાઇટ પાંચ ફૂટ ૩ ઇંચ છે. મારા વાળ કમર સુધી લાંબા છે. મારે વાળ કપાવીને ટૂંકા કરાવવા છે પરંતુ મારી માતા તેમ કરવા દેતી નથી. મારે કેવી હેરસ્ટાઇલ કરવી જોઇએ જેનાથી હું ઠીંગણી ન લાગું.
– એક યુવતી (મુંબઇ)

*  તમે અંબોડો વાળો, બન નાખીને વાળ ઓળો અથવા તો પોની ટેઇલ બાંધો. તેમજ વિવિધ હેર  એક્સેસરીઝનો  ઉપયોગ પણ કરી જુઓ.

હું ૨૪ વરસની યુવતી છું. મારા વાળ રૃક્ષ તથા નિસ્તેજ થઇ ગયા છે. તેને મુલાયમ કાંતિવાળા કરવાના ઉપચાર જણાવશો.
– એક યુવતી (ભાવનગર)

*   વાળને મુલાયમ તથા કાંતિમય કરવા રોજિંદા આહારમાં પ્રોટીનનો સમાવેશ વધુ કરવો. પનીર, લસ્સી, માખણનું સેવન વધારવું. વાળમાં પખવાડિયે એક વાર મહેંદી લગાડવી તેમજ વાળ ધોયા બાદ કંડિશનરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત બ્રાહ્મી, આંબળા, અરીઠા તથા શિકાકાઇ ભેળવી હેર પેક બનાવી વામાં લગાડવો. વાળ રેશમ જેવા મુલાયમ થશે.

હું ૨૦ વરસની યુવતી છું. મારી બહેનપણીનાં ટૂંક સમયમાં લગ્ન થવાના છે. મારે એ જાણવું છે કે હાલ લગ્નમાં ક્યા પોશાકની ફેશન ચાલે છે. મારો વાન ઘઉંવર્ણો છે. મારી અન્ય બહેનપણીઓ સાડી પહેરવાની વાત કરે છે. શું સાડી જૂનવાણી નહીં લાગે ? મારી આ શંકાનું નિવારણ કરશો.
એક યુવતી (અમદાવાદ)

*  સાડીની ફેેશન કદી જૂની થતી નથી. તમારા વાન પર સાડી શોભશે. તમે ઘણા બ્રાઇટ કલર પહેરી શકશો.
 

હું ૩૩ વરસની મહિલા છું. મને સામાન્ય ત્વચા તથા રૃક્ષ ત્વચાના માસ્ક જણાવશો.
– એક મહિલા (ભરૃચ)

*  સામાન્ય ત્વચા માટે  મુલતાની માટી, ચણાનો લોટ, ઇંડુ. સુખડ, દહીં અથવા દૂધ અથવા મલાઇ, ચોખાનો લોટ, મધ, હળદર તથા ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો. 

રૃક્ષ ત્વચા માટે મુલતાની માટી,ચણાનો લોટ અથવા  જવનો લોટ, ઇંડુ, માખણ અથવા મલાઇ, બદામનું તેલ, મધ, હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવું. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો. ચહેરા પર માસ્ક લગાડી આંખ પર ઠંડા  આઇ પેડ્સ મુકવા જરૃરી છે. આઇ પેડ ્સ  માટે રૃને ઠંડા દૂધ, ગુલાબજળ કે કાકડીના રસમાં બોળીને આંખ પર મૂકવાથી આંખને ઠંડક પ્રદાન થાય છે. આંખની આજુબાજુ પડેલ કાળા કુંડાળા પર પણ ફાયદાકારક છે.

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો.

loading...