Health, Lifestyle

જાણો, જમીન પર બેસીને જમવાનાં ફાયદા

આજનાં સમયમાં લોકો ઘણા ફોરવર્ડ થઇ ગયા છે અને હવે બેડ, સોફા અથવા તો ડાઈનીંગ ટેબલ પર બેસીને જમવા લાગ્યા…

આજનાં સમયમાં લોકો ઘણા ફોરવર્ડ થઇ ગયા છે અને હવે બેડ, સોફા અથવા તો ડાઈનીંગ ટેબલ પર બેસીને જમવા લાગ્યા છે કેમ કે નીચે બેસીને જમવામાં તેમને અસભ્યતા અથવા શરમનો અનુભવ થાય છે. જો કે જમીન પર બેસીને જમવાથી ઘણાં લાભ થાય છે.

વજન નિયંત્રણ
જમીન પર બેસવું અને ઉઠવું એક સારો વ્યાયામ માનવામાં આવે છે. ભોજન કરતાં સમયે તમારે જમીન પર બેસવું અને ઉઠવું પણ પડે છે. અર્ધ પદ્માસનની આ અવસ્થા તમને ધીરે ધીરે ખાવાની તેમજ ભોજનને સારી રીતે પચાવવામાં મદદરૂપ થાય છે. જેથી ચરબીને કારણે વજન વધતું નથી.

આરોગ્ય માટે ફાયદાકારક
જમીન પર બેસીને જમવું તેનો અર્થ એ નથી કે ફક્ત ખાવા માટેજ બેસવું તેને એક પ્રકારનો યોગ કહેવામાં આવે છે જ્યારે આપણે ભારતીય પરંપરા મુજબ જમીન પર બેસીએ છીએ ત્યારે આપણે સુધાસન અથવા પદ્મસનમાં હોઈએ છીએ. આ આસન આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે

ઘૂંટણની કસરત
જમીન પર ખોરાક ખાવાથી તમારા આખા શરીર તંદુરસ્ત વધે છે, પાચનતંત્ર કામ કરવાનું ચાલુ રાખે છે. સાથે સાથે આ તમારા ઘૂંટણને સારી કસરત પણ કરે છે, તેની લવચિકતા અકબંધ રહે છે, જેના કારણે તમે સાંધાઓની સમસ્યાથી બચો છો.

loading...