Lifestyle

આ લક્ઝરી બ્રાન્ડ્સની પેન, મોબાઈલ અને વોચ યુઝ કરે છે મોદી, જાણો એક ક્લિક કરી

દુનિયામાં શોખ કોઈનો મોહતાજ હોતો નથી તેમાં આપણા વડાપ્રધાનનો સમાવેશ પણ થાય છે. હંમેશા મોદીપ્રેમીઓ અને મોદીવિરોધીઓમાં એ જાણવાની ઉત્સુકતા…

દુનિયામાં શોખ કોઈનો મોહતાજ હોતો નથી તેમાં આપણા વડાપ્રધાનનો સમાવેશ પણ થાય છે. હંમેશા મોદીપ્રેમીઓ અને મોદીવિરોધીઓમાં એ જાણવાની ઉત્સુકતા રહેલી હોય છે કે PM કઈ બ્રાંડની વસ્તુઓનો ઉપયોગ કરે છે. નરેન્દ્ર મોદી પહેલાથી બ્રાંડ પ્રેમી રહ્યા છે.

 

તો તમને જણાવીએ કે મોદીજી મોંબ્લાં પેનનો ઉપયોગ કરે છે કે જર્મનીની ફેમસ બ્રાંડ છે. યુરોપમાં સૌથી ઊંચા પહાડનાં શિખરનું નામ મોં બ્લાં છે. આ બ્રાંડની પેન બરાક ઓબામાં, દલાઈ લામા, વોરન બફેટ જેવા ફેમસ વ્યક્તિઓ પણ વાપરે છે.

 

નરેન્દ્ર મોદી સ્વિટઝરલેંડની ફેમસ બ્રાંડ મોવાડોની ઘડિયાળ પહેરે છે. આ ઘડિયાળોની રેંજ ૩૯ હજાર રૂપિયાથી શરુ થઈને ૧ લાખ ૯૦ હજાર સુધીની છે. એક ખાસ વસ્તુ નોંધવાલાયક છે કે વડાપ્રધાન પોતાની ઘડિયાળ ઉંધી પહેરે છે કેમ કે તે રીતને તેઓ લકી માને છે. મોવાડોની સ્થાપના ૧૯૬૭ માં થઇ હતી.

પેન અને વોચ વાપરતાં હોય તો ગોગલ્સ પણ કેમ ભૂલાય ?

PM મોદીના ચશ્માં ઇટાલીમાં બને છે. બુલ્ગરી નામની બ્રાંડ આ ગોગલ્સ બનાવે છે. આ કંપની ઘડિયાળ, પરફ્યુમ અને હોટલ બિઝનેસનાં ધંધામાં પણ છે અને તેના ચશ્માંની કિંમત ૩૦ થી ૪૦ હજાર રૂપિયા છે.

 

આ બ્રાંડનો મોબાઈલ યુઝ કરે છે PM

વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયાનાં પાક્કા ખેલાડી છે એટલે મોબાઈલ ફોનની બ્રાંડ પણ પાક્કી જ વાપરતાં હશે તેવી ધારણા બંધાય. તેઓ એજ ફોન વાપરે છે જેની પાછળ લોકો દીવાના છે અને તેનું નામ છે આઈફોન. થોડા થોડા સમયે તેનો કલર અને વેરીએન્ટ બદલતો જોવા મળે છે.

 

આ બ્રાંડનું સીમકાર્ડ યુઝ કરે છે PM

ફોન છે તો સિમકાર્ડ પણ હશે જ. જી હા પેલું કુતરાવાળું કાર્ડ ! કંઇક યાદ આવ્યું ? તો મોદીજી વોડાફોનનું કાર્ડ યુઝ કરે છે. થોડા સમય પહેલાં તેઓ 3G નેટ વાપરતાં હતા જો કે હવે કાર્ડ અપગ્રેડ થઈને 4G થઇ ગયું છે.

loading...