Health, Lifestyle

આ સરળ ઘરેલું ઉપાયોથી મેળવો ઝટપટ ચહેરાનાં ખીલથી છુટકારો

આજકાલ છોકરા – છોકરીઓને ખીલની સમસ્યા વધતી જતી જોવા મળી રહી છે. આ ખીલ ચહેરા પરની તૈલી ત્વચાને લીધે થાય…

આજકાલ છોકરા – છોકરીઓને ખીલની સમસ્યા વધતી જતી જોવા મળી રહી છે. આ ખીલ ચહેરા પરની તૈલી ત્વચાને લીધે થાય છે જેનાથી સુંદરતા પર ઘણી ખરાબ અસર પડે છે. આજે અમે તમને કુદરતી અને ઘરેલું રીતે ખીલ કઈ રીતે મટાડી શકાય તે જણાવીશું.

સૌપ્રથમ તો અડધી ચમચી પાણીમાં ચપટી બૅકિંગ સોડા નાખી પેસ્ટ બનાવો, આ પેસ્ટને ખીલ પર 5 મિનિટ સુધી લાગેલુ રહેવા દો ત્યાર બાદ ચેહરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ પેસ્ટ તમારા ખીલ ને દુર કરશે, બૅકિંગ સોડા એંટી બેક્ટીરિયલ હોય છે જે ત્વચા માટે ઘણુ સારુ છે અને ખીલ દુર કરવાં માટે પણ અસરકારક છે.

બીજા ઉપાયમાં ઠંડા કાચા દૂધને ચહેરા પર 10 મિનિટ સુધી લાગાવી રાખો પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. અઠવાડિયામા 3 થી 4 વખત આ ઉપાય કરવાથી ચહેરા પર તફાવત જોવા મળશે. કાચા દૂધમાં એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે જે ખીલની સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

કપડામા થોડાક બરફનાં ટુકડાઓ મુકો અને ખીલ વાળી જગ્યા પર હળવા હાથે ફેરવો. થોડાક મિનિટો સુધી આવુ કરો, ત્યાર પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આવુ દિવસ દરમ્યાન થોડા થોડા સમયે કરતા રહો, જેનાથી ખીલ વાળા બેકટેરીયા મરી જાય છે અને ખરાબ સેલ પણ ત્વચાની બહાર નીકળી જાય છે. આમ આ રીતે ખીલની સમસ્યા દુર કરી શકાય છે.

loading...