News

..ઘર ખરીદવું છે તો ખાસ જાણી લો, ‘RERA’ થી મળ્યા છે આ ૧૪ અધિકાર..!

1/15બિલ્ડરથી ડરવાની નથી જરુર, જાણો તમારા અધિકાર ઘર ખરીદદારો સાથે કેટલાક લેભાગુ બિલ્ડરો ઠગાઈ કરતા હોય છે તેવા સમયે ગ્રાહકોના…

1/15બિલ્ડરથી ડરવાની નથી જરુર, જાણો તમારા અધિકાર

ઘર ખરીદદારો સાથે કેટલાક લેભાગુ બિલ્ડરો ઠગાઈ કરતા હોય છે તેવા સમયે ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે 1 મે 2017થી રિયલ એસ્ટેટ એક્ટ(રેરા)2016 દેશા જુદા જુદા રાજ્યોમાં લાગુ પડ્યો છે. પરંતુ શું તમે હજુ પણ આ કાયદા દ્વારા મળેલા અધિકારો અંગે જાણકારી રાખો છો? આ સવાલ એટલા માટે છે કે જ્યાં સુધી તમે તમારા અધિકારો અંગે જ જાણતા નહીં હોવ ત્યાં સુધી શું ખોટું અને શું સાચુ છે તેમાં ફર્ક જ નહીં સમજી શકો અને બિલ્ડર્સ પોતાના મનનું ધાર્યુ કરતા રહેશે. તો ચાલો આજે જાણી લો આ કાયદાથી તમને મળતા 14 મહત્વના અધિકારો વિશે….

2/15પઝેશન આપવામાં લેટ તો આ અધિકાર

જો પ્રોજેક્ટ દાવો કર્યા મુજબની તારીખે તૈયાર ન હોય અને વાયદા મુજબ પઝેશન આપવામાં નથી આવતું તો ખરીદદારને અધિકાર છે કે –

1) ગ્રાહક પોતાનું બુકિંગ પરત લઈ શકે છે. આવા સમયે રિયલ એસ્ટેટ ડેવલોપરે વ્યાજ સહિત પૂરા પૈસા 45 દિવસની અંદર પૂરા આપવા પડે છે.

2) ઘર ખરીદનાર એ શરત પર પ્રોજેક્ટમાંથી પોતાનું બુકિંગ નહી દૂર કરે કે જ્યાં સુધી પઝેશન નથી મળતું ત્યાં સુધી તેની ટોકન એમાઉન્ટ પર બિલ્ડર દ્વારા યોગ્ય વ્યાજ મળે.

3/15રજિસ્ટ્રેશન નંબર જરુરી

તમામ બિલ્ડર માટે બધા જ પ્રોજેક્ટનું અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. રેરા રજિસ્ટ્રેશન વગર બિલ્ડર કોઈ પ્રોજેક્ટ વેચી શકે નહીં. રેરા ના પોર્ટલ પર પ્રોજેક્ટ ડિટેઇલ્સ, કંન્ટ્રક્શન પ્રોગ્રેસ, ઓક્યુપેશનની શરુઆત સહિતના અન્ય પ્રમાણપત્રોની જાણાકારી અપડેટ કરવી પડે છે.

4/15જાણી શકશો બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ

ગ્રાહક હવે બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ પણ જાણી શકશે કે તેણે કેટલા પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે અને તેની ફાઈનાન્શિયલ કંડિશન કેવી છે જેથી પ્રોજેક્ટ પૂર્ણ થશે કે નહીં તેની ખાતરી થઇ જાય છે.

5/15ફંડની લેવડ-દેવડ પર લગામ

હવે પ્રોજેક્ટ પૂર્ણ થાય અથવા તો ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે તે માટે પ્રોજેક્ટની કુલ કિંમતના 70% રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જમા રાખવી ફરજીયાત છે અને તે માટે ડેવલોપર એક પ્રોજેક્ટના બાયર્સના પૈસા બીજા પ્રોજેક્ટમાં નહીં લગાવી શકે. પહેલા આ હેરાફેરીના કારણે પ્રોજેક્ટ અટકી પડતા હતા.

6/15કાર્પેટ એરિયાની સચોટ અને સાચા જાણકારી

હવે ઘર ખરીદનાર પાસેથી સુપર બિલ્ટઅપ એરિયાના હિસાબે પૈસા પડાવવાની પરંપરાગત ઠગાઈ નથી કરી શકતા બિલ્ડર. રેરા અંતર્ગત તેમણે કાર્પેટ એરિયાના આધારે જ પ્રોપર્ટીની કિંમત જણાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

7/15કંઈ જ નથી બદલી શકતા બિલ્ડર

જો બિલ્ડર પાછળથી બિલ્ડિંગ લેઆઉટ પ્લાન, સ્પેસિફિકેશન અથવા પ્રોજેક્ટની લાયબિટિઝ મામલે કંઈ ફેરફાર કરવા માગે છે તો તે ત્યારે જ શક્ય છે જ્યારે તે પ્રોજેક્ટના 2/3 ગ્રાહકો સહમતી આપે.

8/15પેમેન્ટ પ્લાનની જાણકારી

ઘર ખરીદનાર હવે પેમેન્ટ પ્લાનના દરેક વિકલ્પની જાણકારી મેળવીને પછી કોઈ એક વિકલ્પની પસંદગી કરી શકે છે. જુદા જુદા બિલ્ડર જુદી જુદી સ્કિમ જેવી કે ફ્લેક્સી પેમેન્ટ, ડાઉન પેમેન્ટ, પઝેશન લિંક્ડ અને કંસ્ટ્રક્શન પ્લાન જેવા વિકલ્પ આપે છે.

9/1510%થી વધુ બુકિંગ એમાઉન્ટ નહીં

ડેવલોપર પ્રોપર્ટીની કુલ કિંમતના 10%થી વધુ રકમ બુકિંગ એમાઉન્ટ તરીકે લઈ શકે નહીં. રેરા અંતર્ગત તેની પૂર્ણ મનાઈ કરવામાં આવી છે. જો કોઈ બિલ્ડર 10%થી વધુ રકમ વસૂલે છે તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

10/15એજન્ટે પણ રેરા રજિસ્ટ્રેશન જરુરી

ગ્રાહકોને સેવા પ્રદાતા તરીકે પ્રોપર્ટી બ્રોકર્સે પણ ડિવલોપર્સ પાસેથી વાયદા મુજબ ડિલિવરી સુનિશ્ચિત કરવાની જવાબદારી રહે છે. તેથી રાજ્ય ઓથોરિટીમાં તેમણે પણ રેરા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

11/15ભ્રમણાત્મક પ્રચાર પર પાબંદી

ડેવલોપર એવા જ પ્રોજેક્ટની જાહેરાત આપી શકે છે જે રેરામાં રજિસ્ટર્ડ છે. દરેક જાહેરાતમાં રેરા રજિસ્ટ્રેશન નંબર આપવો જરુરી છે.

12/15વિશ્વસનીય સમાધાન તંત્ર

તેમ છતા કોઈ ઠગાઈ કરવામાં આવે તો ડેવલોપર્સ અને બ્રોકર્સને સજાની જોગવાઈ સાથે સાથે રેરામાં ગ્રાહકોને પોતાની સમસ્યાનું સમાધાન મળે તે માટે ખાસ વ્યવસ્થા તંત્ર ઉભુ કરાયું છે. જેથી ડેવલોપર્સ વિરુદ્ધ બાયર્સની ફરિયાદનો નિકાલ 60 દિવસની અંદર કરવો જરુરી છે.

13/15પઝેશન બાદ જો સ્ટ્રક્ચરમાં કોઈ ખામી આવે તો

પઝેશન મળ્યા પછી 5 વર્ષની અંદર જો ઘરની દિવાલો અને નીચેની ફર્શ પર કોઈ તિરાડ કે અન્ય સમસ્યા હોય તો બિલ્ડર્સે 30 દિવસની અંદર રીપેર કરાવી આપવી અથવા યોગ્ય વળતર ચૂકવવું.

14/15જમીનના માલિકી હક્કના દસ્તાવેજ

રેરાના પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ એવા આ દસ્તાવેજ બાયર્સની પહોંચથી દૂર જ રહેતા હતા. પરંતુ હવે રેરાની વેબસાઇટ પર જઈને કોઈપણ ગ્રહાક પ્રોજેક્ટની જમીનના માલિકી હક્કની જાણાકારી મેળવી શકે છે.

15/15સોફ્ટ લોંચ અથવા પ્રી લોંચ નહીં

રેરા દ્વારા સોફ્ટ લોંચ, પ્રી લોન્ચના નામે એવી વસ્તુના વેચાણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ આવી ગયો છે જે હકીકતમાં છે જ નહીં. તેથી સટ્ટાબાજી પર લગામ કસાઈ ગઈ છે. અને માર્કેટ પૂર્ણરુપે ગ્રાહક તરફી બની ગયું છે.

loading...