News

હવે આ વસ્તુઓ સાથે આધારને જોડવાની કોઈ જરૂર નથી..!?

1/4આધાર સાથે આ વસ્તુઓ જોડવી જરૂરૂ નહીં કેટલાક અઠવાડિયા પહેલા દેશભરમાં આધાર સાથે કઈ-કઈ વસ્તુઓ જોડવી તેને લઈને દુવિધા હતી….

1/4આધાર સાથે આ વસ્તુઓ જોડવી જરૂરૂ નહીં

કેટલાક અઠવાડિયા પહેલા દેશભરમાં આધાર સાથે કઈ-કઈ વસ્તુઓ જોડવી તેને લઈને દુવિધા હતી. જો તમે પણ આ વાતને કારણે હજુ સુધી પરેશાન છો તો આ ખબર તમારા માટે છે. આધાર પર ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આધારની અનિવાર્યતા ખતમ કરી દીધી છે. હવે બધી વસ્તુઓને આધાર સાથે જોડવી જરૂરી નથી. જાણો કઈ કઈ વસ્તુઓને આધાર સાથે જોડવી જરૂરી નથી.

2/4સિમ કાર્ડથી આધાર જોડવું જરૂરી છે કે નહીં?

હજુ થોડા સમય પહેલા જ તમને મોબાઈલ ફોન પર એસએમએસ આવી રહ્યા હશે કે સિમકાર્ડને આધાર કાર્ડ જોડો નહીંતો સર્વિસ ખતમ કરી દેવાશે. હવે તેની જરૂર નથી. મિનિસ્ટ્રીએ બધી ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે સિમકાર્ડ લેનારા શખસ પાસે આધાર નથી તો તેના પર કંપની પ્રેશર ન કરી શકે. અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ KYC માટે આધાર નંબર માગી રહી હતી. મંત્રાલયે કંપનીઓને પાસપોર્ટ, વોટર આઈડી અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ડોક્યૂમેન્ટ્સ દ્વારા પણ KYC કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

3/4NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આધાર જરૂરી નહીં

નેશનલ એન્ટ્રેન્સ ટેસ્ટમાં આધાર નંબર નાખવાની જરૂરિયાત નથી. આ આદેશ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ NEET 2018 માટે આધારની અનિવાર્યતા મામલે સુનાવણી દરમિયાન કહ્યું હતું.

4/4EPFO માટે શું છે નિયમ

EPFO અને ESIC અંતર્ગત કોઈપણ સ્કીમમાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર માટે આધારની જરૂરિયાત નહીં હોય. તેનો સીધો મતલબ થાય છે કે પીએફ બેનેફિટ્સ માટે હવે આધારની જરૂરિયાચ નહીં હોય.

loading...