News

સાઉથ કોરિયાની હોસ્પટિલમાં ભીષણ આગ: 41ના મોત, 70થી વઘુ ઘાયલ

દક્ષિણ કોરિયાના મિરયાંગ શહેરના એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે શુક્રવારે 41 લોકોએ જીવ ગુમાવ્યા. અધિકારીઓ અનુસાર, મૃતકોની સંખ્યામાં વધારો થઇ…

દક્ષિણ કોરિયાના મિરયાંગ શહેરના એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે શુક્રવારે 41 લોકોએ જીવ ગુમાવ્યા. અધિકારીઓ અનુસાર, મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. આગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાગી હતી. સૂત્રોનુસાર, આ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મોટાભાગના મોટી ઉંમરના દર્દીઓ હતો. આ અકસ્માતમાં 70થી વધુ લોકો ઘાયલ થયા છે. એક મહિનાની અંદર સાઉથ કોરિયામાં આ આગ લાગવાની બીજી ઘટના છે.

નેશનલ ફાયર એજન્સી મુજબ, આ છ માળની ઈમારતમાં એક નર્સિંગ હોમ અને હોસ્પિટલ છે. . એજન્સી મુજબ, દુર્ઘટનામાં ઘાયલ થયેલા 13 લોકોની હાલત ગંભીર છે.

ઘાયલોની ગંભીર સ્થિતિને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા વધી છે. રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે જણાવ્યું કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને સ્થતિની મુલાકાત લીધી અને પોતાના સલાહકારોની સાથે બેઠક કરી. પોલીસે જણાવ્યું કે આ ઘટના સમયે હોસ્પિટલ ભવનમાં લગભગ 200 લોકો હતા, જેમાંથી કેટલાક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

(Source : vtvgujarati )

loading...