News

આવી રહ્યું છે ‘સાગર’ વાવાઝોડુ, દરિયા કિનરે ૨ નંબરનું સિગ્નલ.

ઓખી’ બાદ ‘સાગર’ નામનું વાવાઝોડું અરબ સાગરથી આવી રહેલા ‘સાગર’ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી…

ઓખી’ બાદ ‘સાગર’ નામનું વાવાઝોડું

અરબ સાગરથી આવી રહેલા ‘સાગર’ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયા કિનારા પર 2 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. સાગર વાવાઝોડાને કારણે જુનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ

અરબ સાગરમાં હવાનું દબાણ સર્જાતા સાગર નામનું વાવાઝોડું એક્ટિવ થયું છે. જેની અસર ગુજરાતના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે હવામાન ખાતા દ્વારા ગુજરાતના દરિયા કિનારા પર 1 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ દરિયામાં ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન આપવામાં આવી છે.

ગુજરાત પર કોઈ જોખમ નથી’

રાહત કમિશનરે આપેલા નિવેદન મુજબ ગુજરાતના દરિયા કિનારે કોઈ ચિંતાનું કારણ નથી. આગામી 36 કલાકમાં વાવાઝોડુ દરમિયામાં સમી જશે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે.

loading...