News

ભુજ સ્વામનારાયણ મંદિરના ‘રંગીલા’ સાધુને મંદિરમાંથી હાકી કઢાયા બહાર..!

રંગીલા સાધુને મંદિરમાંથી હાંકી કઢાયા કુલસુમ યુસુફ(અમદાવાદ મિરર), ભુજઃ કચ્છ જ નહીં સમગ્ર દુનિયામાં મોટી સંખ્યામાં ભક્ત સમાજ ધરાવતા ભુજ…

રંગીલા સાધુને મંદિરમાંથી હાંકી કઢાયા

કુલસુમ યુસુફ(અમદાવાદ મિરર), ભુજઃ કચ્છ જ નહીં સમગ્ર દુનિયામાં મોટી સંખ્યામાં ભક્ત સમાજ ધરાવતા ભુજ સ્વામીનારાયણ મંદિરના વિવાદથી સમગ્ર શ્રદ્ધાળુઓને મોટો આંચકો લાગ્યો છે.

તાજેતરમાં જ ભુજ સ્વામિનારાયણ મંદિર તંત્ર દ્વારા યુવાન સાધુ ચંદ્રપ્રકાશદાસ સ્વામી(26)ને કથિત સેક્સકાંડ માટે મંદિરમાંથી હાંકી કાઢવામાં આવતા તેમણે આરોપ મુક્યા હતા કે અને ખાલી નિશાનો બનાવવામાં આવી રહ્યો છે બાકી મંદિરના તમામ મોટા સંતોના અનેક મહિલાઓ સાથે સંબંધ છે.

પોતાને હાંકી કઢાયા બાદ સ્વામિએ લગાવ્યા અન્ય સંતો પર આરોપ

ચંદ્રપ્રકાશસ્વામીના આ આરોપ બાદ સમગ્ર વિવાદ વધુ વકર્યો છે. મંદિર દ્વારા તેમને સાધુ સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવતા હવે પરત તેમના સાંસારિક નામ રસિક કેરાઈથી ઓળખવામાં આવી રહ્યા છે. કેરાઈએ મંદિરના સીનિયર સંતો વિરુદ્ધ આરોપ મુક્યો છે કે તેઓ પોતાને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે મંદિરના અન્ય સીનિયર સંતો વિરુદ્ધ પોતાની પાસે પુરાવા હોવાનું પણ કહ્યું છે.

મંદિરના 6 સંતોના પણ મહિલાઓ સાથે સંબંધના આરોપથી ચકચાર

કેરાઈ મંદિરના 6 અન્ય સીનિયર અને જુનિયર સંતોના નામ પણ આપ્યા છે જેઓ સોશિયલ મીડિયા દ્વારા આ મહિલાઓ સાથે સંપર્કમાં છે અને તેમની સાથે ગેરસંબંધો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત હોઈ દેશ વિદેશમાં તેના બહુ મોટી સંખ્યામાં ભક્તો છે.

શ્રદ્ધાળુઓની મંદિર પ્રત્યેની આસ્થાને લાગ્યો ઝટકો

ચંદ્રપ્રકાશસ્વામિ મૂળ કચ્છના ઘોડપર ગામના નિવાસી છે. આશરે 6 વર્ષ પહેલા આફ્રિકાથી પરત આવ્યા બાદ તેઓ સ્વામિ જ્ઞાનપ્રકાશના શિષ્ય તરીકે મંદિરમાં જોડાયા હતા. જ્યારે આશરે 10 દિવસ પહેલા તેમનો એક મહિલા સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જોકે તે બાદ અચાનક જ તેઓ ગાયબ થઈ ગયા હતા અને પછી તે જ રીતે અચાનક રવિવારે મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેણે પોતે ખોટું કર્યાનું કબલ્યું હતું પરંતુ આ સાથે જ અન્ય સંતો પર પણ આરોપ મુકતા ચકચાર મચી છે.

મંદિર ટ્ર્સ્ટ મંડળ અન્ય સાધુઓ પરના આરોપની ખરાઈ કરશે

મંદિરના ટ્રસ્ટી જાધવજી વી ગોરસિયાએ કહ્યું કે, ‘અમને ચંદ્રપ્રકાશના કરતૂતો વિશે સોશિયલ મીડિયામાંથી ખબર પડી હતી. જેથી તેમને મંદિર છોડી જવા માટે કહેવામાં આવ્યું હતું. આ કારણે જ કોઈપણ જાતના આધાર વગર ફસ્ટ્રેશનમાં તે આવા આરોપ મુકી રહ્યો છે.

જોકે તેમ છતા તેના દ્વારા કરવામાં આવેલ તમામ આરોપો અંગે અમે તપાસ કરીશું અને જો કોઈ ગુનેગાર સાબિત થશે તો તેની વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.’

તમામ સાધુઓ માટે નિયમનું પાલન ફરજીયાત

જ્યારે ભુજ મંદિરના સ્વામિ દેવપ્રકાશદાસે કહ્યુંકે, ‘ચંદ્રપ્રકાશસ્વામિએ આ પહેલા પણ મંદિરના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને તેમને આ માટે નોટિસ પણ અપાઈ હતી.

જોકે તેમણે પોતાના વર્તનમાં ફેરફાર કર્યો નહીં અને હવે ગુનેગાર સાબિત થતા તેમને શીખા કાપી નાખવા અને ભગવાવસ્ત્રો છોડી દેવા કહેવામાં આવ્યું હતું. મંદિરમાં નિયમોની જાળવણી પરંપરા રહી છે અને જે પણ સંત બને છે તેમણે સ્ટ્રિક્ટલી આ રુલ્સ ફોલો કરવા પડે છે.’

દેશ વિદેશમાં મંદિરની ખ્યાતી ફેલાયેલી છે

2001માં આવેલા ભૂકંપ બાદ ભૂજનું આ સ્વામિનારાયણ મંદિર ફરી નવું બનાવવામાં આવ્યું અને આજે તે આર્કિટેક્ચરની દ્રષ્ટીએ એક અદભૂત નમૂનો ગણાય છે. જેના કારણે દરવર્ષે હજારો લાખો દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે.

અહેવાલ પ્રમાણે વર્ષે મંદિર રુ. 50 કરોડ જેટલી રકમ દાનમાં મેળવ છે અને તેને મંદિરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે મેડિકલ કેમ્પ વગેરેમાં ખર્ચ કરે છે. આ મંદિરમા લગભગ 225 જેટલા સાધુઓ અને 30 જેટલી સાધ્વીઓ હાલ નિવાસ કરે છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.

loading...