News, Politics

BJP કાર્યકરે વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર પડાવ્યા ફોટા, જાણો અધ્યક્ષનું નિવેદન..

ફરીએકવાર કોંગ્રેસને વિધાનસભામાં BJPને ઘેરવાનો મોકો મળી ગયો છે. હાલમાં એક ફોટો ઈન્ટરનેટ પર ફરી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ…

ફરીએકવાર કોંગ્રેસને વિધાનસભામાં BJPને ઘેરવાનો મોકો મળી ગયો છે. હાલમાં એક ફોટો ઈન્ટરનેટ પર ફરી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની ખુરશી પર બેસેલો છે.

આ ફોટો સામે આવતા BJPમા દોડાદોડી થઈ ગઈ હતી, કારણ કે આ ફોટોમાં જે વ્યક્તિ છે, તે BJPનો કાર્યકર્તા છે. આ વ્યક્તિનું નામ છે રાહુલ પરમાર, જે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યો હતો અને તેણે વિધાનસભામાં ફોટો પડાવ્યા હતા, જેમાં એક ફોટો અધ્યક્ષની ખુરશી પર બેસીને પડાવ્યો હતો, જેને લીધે હોબાળો મચી ગયો છે.

રાહુલ વડોદરામાં રહે છે અને B.E.નો અભ્યાસ કરે છે. તે વડોદરાના વોર્ડ નંબર 7મા BJPનો કાર્યકર છે. આ સિવાય તે RTI એક્ટિવિસ્ટ પણ છે. કહેવાય છે કે, વિધાનસભા જ્યારે આખી ખાલી હતી, ત્યારે તેણે આ ફોટો લીધો હતો.

પરંતુ આનાથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જરા પણ ખુશ નથી. તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં આ રીતે ફોટો ન પાડી શકાય. આ વિશેષાધિકારનો ભંગ છે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે અને આ અંગે ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

loading...