News

દેશનું એવું રેલ્વે સ્ટેશન કયાં વીઝા વગર નહી મળે એન્ટ્રી…?!?

દેશમાં હવે આ રેલવે સ્ટેશન પર જવા માટે વીઝાની જરૂર પડશે. આ સ્ટેશન પર વીઝા વગરની એન્ટ્રી ગેરકાનૂની માનવામાં આવશે….

દેશમાં હવે આ રેલવે સ્ટેશન પર જવા માટે વીઝાની જરૂર પડશે. આ સ્ટેશન પર વીઝા વગરની એન્ટ્રી ગેરકાનૂની માનવામાં આવશે. આ છે દેશનું એક માત્ર પ્રસિદ્ધ રેલવે સ્ટેશન અટારી. અહીં જવા માટે પાકિસ્તાની વીઝા અનિવાર્ય કરવામાં આવ્યા છે.

24 સુરક્ષા અને તપાસ એજન્સી દ્વારા સતત 24 કલાક ઘેરાયેલા આ રેલવે સ્ટેશન પર વીઝા વગર પહોંચનારા દેશના કોઈ પણ નાગરીક વિરુદ્ધ 14 ફોરેઇન એક્ટ અંતર્ગત કેસ નોંધાઈ શકે છે અને તેમની જામીન ખૂબ મુશ્કેલીથી મળે છે.આ રેલવે સ્ટેશનથી દેશની સૌથી VVIP ટ્રેન સમજોતા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવે છે.

આ દેશનું પહેલુ રેલવે સ્ટેશન છે જ્યાં ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે સીમા શુલ્ક વિભાગની સાથે સાથે તેમાં બેસેલા યાત્રીઓની પણ પરવાનગી લેવામાં આવે છે.

આ રેલવે સ્ટેશનથી ટિકિટ ખરીદનાર તમામ વ્યક્તિના પાસપોર્ટ નંબર લખવામાં આવે છે અને તેમને કન્ફર્મ સીટ મળે છે. આ રેલવે સ્ટેશન પર કુલીઓની મનાઈ છે. મુસાફરોએ તેમનો સામાન જાતે જ ઉઠાવવો પડે છે. જેના માટે સ્પેશિયલ ટ્રોલિઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

વેઈટિંગ રૂમમાં દેશભક્તિ ગીત LED પર જોવા મળે છે અને ખાણી-પીણી તો એવી કે તમે ચાખી લો તમને ખાવાનું મન થઈ જાય. આ રેલવે સ્ટેશનની દરેક પળની જાણકારી રેલવે મુખ્યાલયમાંથી મળે છે. આ સુરક્ષામાં 24 કલાક જવાનો ઉભે પગે હોય છે.

આ રેલવે સ્ટેશનથી કેટલાક કારણોસર જો ટ્રેન મોડી પડે તો તેના વિશે બંને દેશ ભારત અને પાકિસ્તાન બંનેના રજિસ્ટર પર એન્ટ્રી કરવામાં આવે છે. પંજાબ પોલીસ રેલવે સ્ટેશનની ચારે બાજુ ફેલાયેલી છે અને અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. અટારી રેલવે સ્ટેશનને ભારત-પાકિસ્તાનના રેલ વેપારનું સ્ટેશન બનાવવા માટેનો પ્રપોઝલ મોકલવામાં આવ્યો છે. અટારી રેલવે સ્ટેશન ખૂબ સંવેદનશીલ સ્ટેશન છે.

loading...