News, Relationship, Social

એક માતા સામે ઝૂકી ગઈ સરકાર ! બદલવો પડ્યો આ નિયમ..!

લગ્ન બાદ નરક બનેલી જિંદગીથી મહિલના મળ્યો છૂટકારો નવી દિલ્હીઃ ઝારિયા પટણીએ માત્ર 19 વર્ષની ઉંમરે પોતાનાથી 7 વર્ષ મોટા…

લગ્ન બાદ નરક બનેલી જિંદગીથી મહિલના મળ્યો છૂટકારો

નવી દિલ્હીઃ ઝારિયા પટણીએ માત્ર 19 વર્ષની ઉંમરે પોતાનાથી 7 વર્ષ મોટા છોકરા સાથે લગ્ન કર્યા. તેણે વિચાર્યું હતું કે જે યુવક સાથે તેના લગ્ન થવા જઈ રહ્યા છે તે પ્રેમ આપશે, પરંતુ તે ખોટી પડી. લગ્ન બાદ જ તેની જિંદગી નરક બની ગઈ. પોતાના બાળકની કસ્ટડી માટે પણ તેને સંઘર્ષ કરવો પડ્યો. આ સંઘર્ષ દરમિયાન જારિયાએ લડાઈ દ્વારા સરકારના પાસપોર્ટ સંબંધી નિયમને પણ બદલવા મજબૂર કરી દીધી.

પતિ વારંવાર કરતો મારપીટ

ઝારિયાના સંઘર્ષની શરૂઆત લગ્નના હનીમૂન બાદ થઈ. તેનો પતિ જારિયાને લઈને ખૂબ જ અસુરક્ષિત અનુભવતો હતો. તેની ઈચ્છા વિરુદ્ધ ઝારિયા કઈ પણ કરે તેને પસંદ નહોતું. અહીંયા સુધી કે ઝારિયાને શું ખાવું, શું પહેરવું, કોની સાથે વાત કરવી અને કોની સાથે નહીં, આ બધુ પણ તેનો પતિ જ નક્કી કરતો હતો. વાત ન માનવા પર તે ગાળો ભાંડીને તેની સાથે મારપીટ કરતો.

મરવાની અણી પર પહોંચી ગઈ મહિલા

આ વચ્ચે ઝારિયા પ્રેગ્નેટ થઈ. પરંતુ તેમ છતા તેના પર અત્યાચારો કરવાનું પતિએ ચાલુ રાખ્યું. તે ઝારિયાને દવાઓ પણ નહોતો ખાવા દેતો અને તેના કારણે એક દિવસ ઝારિયાને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. જ્યારે તે હોસ્પિટલ પહોંચી તો નર્સે તેને કહ્યું કે તમારી સ્થિતિ ગંભીર છે અને આથી તમને ઈમર્જેન્સી વોર્ડમાં એડમિટ કરવા પડશે. નર્સે એમ પણ કહ્યું કે જો તમે એક દિવસ પણ મોડા થયા હોત તો મુંબઈ તમારી લાશ જાત.

ડિવોર્સનો લીધો નિર્ણય

હોસ્પિટલથી પાછા આવ્યા બાદ ઝારિયાએ વધારે સહન ન કરવાનું વિચાર્યું અને ડિવોર્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. આ દરમિયાન પતિએ લીગલ નોટિસ મોકલી અને ઝારિયાના પેટમાં રહેલા બાળકની કસ્ટડી લેવાની ઈચ્છા દર્શાવી. જોકે આ કારણે બાળકની કસ્ટડી મેળવવા માટે ઝારિયાને લાંબા લડાઈ લડવી પડી. પરંતુ તેણેએ હાર ન માની. બાળકના જન્મના 30 દિવસની અંદર તેમને મુંબઈની ફેમિલી કોર્ટમાં જવું પડ્યું અને 6 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ તેને મોહમ્મદની કસ્ટડી મળી. છેવટે 2012માં તેને આ દુખથી છૂટકારો મળી ગયો. પરંતુ તેને ખોરાકી માટે કોઈ પૈસા નહોતા મળતા.

બાળક માટે બની ફોટોગ્રાફર

આ બાદ ઝારિયાએ પોતાના ફેમિલી બિઝનેસ સંભાળવાનું શરૂ કર્યું. તેનો પરિવાર લોઝિસ્ટિક્સના વેપારમાં છે. તેને સાથે જ પોતાના ફોટોગ્રાફીમાં પેશનને ફરીથી શરૂ કર્યું. ધીમે-ધીમે તે મોટા નામો અને બ્રાન્ડ્સ માટે ફોટોશૂટ કરવા લાગી. પરંતુ એક દિવસ મોહમ્મદ માટે પાસપોર્ટની જરૂર પડી અને નિયમ મુજબ પોસપોર્ટ પર મોહમ્મદના પિતાની સિગ્નેચર હોવી જરૂરી હતી.

સરકારને નિયમ બદલવા ફરજ પડી

ઝારિયાએ આ માટે પાસપોર્ટ ઓફિસના ઘણા ચક્કર લગાવ્યા, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. તેણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટ્વીટ કર્યું અને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે એક સિંગલ મધર પણ બાળકની ગાર્ડીયન હોઈ શકેછે. છેવટે મોહમ્મદને પાસપોર્ટ મળી ગયો અને પાસપોર્ટના નિયમોમાં ફેરફાર થયો. હવે પોસપોર્ટ એપ્લિકેશનમાં ગાર્ડિયનમાં માતા-પિતામાંથી કોઈના પણ નામ પર પાસપોર્ટ બની શકે છે.

loading...