News

કોણ છે “ગીતાબેન રબારી” ? જાણો ગીતાબેન રબારી વિશે રસપ્રદ માહિતી.

” રોણા શેર માં રે……રોણા શેરમાં રે…… ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેરમા રે…….. ” Geetaben rabari[/caption] આ ગીત ની…

Loading...

” રોણા શેર માં રે……રોણા શેરમાં રે…… ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેરમા રે…….. ”
Geetaben rabari Geetaben rabari[/caption]

આ ગીત ની પંક્તિ સાંભળતા જ તમામની સમક્ષ જાણે કે એક માલધારીની દીકરી એટલે કે “ગીતાબેન રબારી” સ્વયં અભિનય કરી રહ્યા હોય તેવું ચિત્ર તમામ ની આંખો સમક્ષ તરવા લાગે છે.આ ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રાઘવ ડિજીટલ યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું.થોડાક જ સમય માં આ ગીત એ સમગ્ર ગુજરાતમાં જ નઈ પરંતુ પુરા ભારત દેશમાં ધૂમ મચાવી રહ્યું છે.અને આજે તે ગીત ૬ કરોડ થી પણ વધારે લોકો એ જોઈ લીધું છે.૨૦ વર્ષીય ગીતાબેન રબારી પોતાની આગવી અદાથી લોકગીત,સંતવાણી,ભજન,ડાયરો,જેવા વિવિધ કાર્યક્રમો માટે કચ્છ સહીત રાજ્યભરમાં જાણીતા છે.

આજે અમે તમને એક એવા ગાયક કલાકાર ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળવાની તમને બે ઘડી મન થઇ આવે કે જેવો ખુબ ખંતથી ગીતો ગાવાનું કામ કરે છે.માત્ર ૨૦ વર્ષીય ગીતાબેન રબારી ગુજરાતભરમાં ડાયરો,સંતવાણી,લોકગીત માટે ફેમસ છે.ગીતા બેન રબારી કચ્છ સહીત ગુજરાતભરમાં જાણીતા છે,છતાં હજુ પણ તેઓ કચ્છ જિલ્લાનું એક નાનું ગામ તપ્પર માં માતા-પિતા સાથે રહે છે ગીતા બેન રબારી.

આજે અમે તમને એક એવા ગાયક કલાકાર ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળવાની તમને બે ઘડી મન થઇ આવે કે જેવો ખુબ ખંતથી ગીતો ગાવાનું કામ કરે છે.માત્ર ૨૦ વર્ષીય ગીતાબેન રબારી ગુજરાતભરમાં ડાયરો,સંતવાણી,લોકગીત માટે ફેમસ છે.ગીતા બેન રબારી કચ્છ સહીત ગુજરાતભરમાં જાણીતા છે,છતાં હજુ પણ તેઓ કચ્છ જિલ્લાનું એક નાનું ગામ તપ્પર માં માતા-પિતા સાથે રહે છે ગીતા બેન રબારી.

કોણ છે ગીતાબેન રબારી ?

ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.અને ધો. ૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.અને ત્યારબાદ બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી એમને ધીમે-ધીમે સફળતા મળવા લાગી.

ગીતાબેન રબારી એક પ્રોગ્રામ ના ગાવાના ૫૦ હજાર તેમજ ગ્રુપ સાથે પ્રોગ્રામ ના ૧ લાખથી વધુ ચાર્જ લેતા હતા.ગીતાબેન હાલના પ્રોગ્રામ ના રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધારે પૈસા લે છે.ગીતાબેન કહે છે કે મારે અહીં સુધી પહોંચવા માટે ઘણાબધા સંઘર્ષો કર્યા છે.મને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા લોકોનો મને સપોર્ટ મળ્યો છે.રાઘવ ડિજીટલ,મનુભાઈ રબારી,દિપક પુરોહિત,દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમને મને “એકલો રબારી”,”માં-તારા આશીર્વાદ” જેવા ગીતમાં મને સપોર્ટ આપ્યો તેમજ સૌથી વધારે સપોર્ટ મારા માતા-પિતાનો રહ્યો છે.જેમને મને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે.

ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા બધા જ કલાકારો જેવા કે કિંજલ દવે,ગમન સાંથલ,કિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,ઓસમાન મીર સહીત અનેક નામી અનામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે.ગીતાબેન રબારી ના “રોણા શેરમાં રે” અને “એકલો રબારી” જેવા ઘણાબધા ગીતો લોકોમાં બહુ ફેમસ છે.ગીતાબેને પોતાની મહેનત અને માતાજીના આશીર્વાદ થી પોતાના ઘરને સદ્ધર કરનાર ગીતાબેન પહેલા સ્વીફ્ટ કાર અને હવે તાજેતરમાં ઇનોવા કાર લીધી છે.
ગીતાબેન જણાવે છે કે મારી નામનાથી સૌથી વધુ ખુશી મારી માતાને છે.મારે બે ભાઈ હતા, પરંતુ તેમનું અકાળે મૃત્યુ થતા હાલ હું અને માતા-પિતા એક જ છીએ.જોકે મારી મહેનત રંગ લાવતા રબારી સમાજ અને ગુજરાતભરમાં મારુ નામ બની ગયું છે.ગીતાબેને તેમના માતા-પિતાને કદી દીકરાઓની ખોટ વર્તાવા દીધી નથી.અને આ સાથે જ ગીતાબેન ના કાકા ના દીકરા ભાઈશ્રી મહેશભાઈ રબારી પણ ગીતાબેન ને ખુબ જ સપોર્ટ કરે છે. પોતાને આ સ્ટેજ સુધી પહોંચવામાં તેમના ભાઈ મહેશભાઈ રબારીએ પણ ખુબ જ મહેનત કરી છે.અને આજે ગીતાબેન રબારીના પ્રોગ્રામથી લઈને રેકોર્ડિંગનું સંપૂર્ણ કામ તેમના મહેશભાઈ કરે છે.
(Source ; .amulysuvichar )

loading...