News

ગુજરાત સરકારે ગરબા પ્રેમીઓને આપ્યા આણંદના સમાચાર…!??

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને…

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મૂકવામાં આવ્યું છે.

જેમાં પ્રથમ સત્રમાં 95 તેમજ દ્વિતીય સત્રમાં 102 દિવસ શૈક્ષણિક કાર્ય કરાશે. કોલેજોમાં પ્રથમ વાર 7 દિવસનું નવરાત્રિ વેકેશન અપાશે તેમજ 49 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક સત્ર-2018 થી અમલમાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. એટલે કે હવે નવરાત્રિના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓને 7 દિવસનું વેકેશન આપવામાં આવશે.

તમામ યુનિવર્સિટીમાં શૈક્ષણિક એકસૂત્રતા જળવાય તે માટે વાઇસ ચાન્સેલરોની એક કમિટિ દ્વારા અભ્યાસ કરીને સુપ્રત કરેલા કોમન એકેડેમિક કેલેન્ડરમાં ધોરણ-12ની પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા પરિણામ જાહેર થયાના 15 દિવસમાં એટલે કે મહત્તમ તા.15 જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

પ્રથમ શૈક્ષણિક સત્ર તા. 12 જૂન 2018 થી 4 નવેમ્બર 2018 એમ પરીક્ષા સમય સિવાય 95 દિવસનું રહેશે જ્યારે કોલેજની આંતરિક મુલ્યાંકન / પરીક્ષાઓ સતત મુલ્યાંકનની જેમ સાપ્તાહિક ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, સમૂહ ચર્ચા વગેરે તા.15 ઓક્ટોબર 2018 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

તા. 15 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર 2018 સુધી 7 દિવસનું નવરાત્રિ વેકેશન હશે. ઉપરાંત તા.22 થી 31 ઓક્ટોબર 2018 દરમિયાન સેમિસ્ટર 1, 3 અને 5ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.28 નવેમ્બર 2018 થી 7 ડિસેમ્બર-2018 સુધી સેમિસ્ટર 2, 4 અને 6ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે.તા. 5 નવેમ્બર 2018 થી તા. 18 નવેમ્બર 2018 દરમિયાન 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

આ ઉપરાંત દ્વિતીય શૈક્ષણિક સત્ર તા.26 નવેમ્બર-2018થી તા.24 એપ્રિલ 2019 દરમિયાન 102 દિવસ પરીક્ષા સમય સિવાયનું રહેશે. તા.5 માર્ચ-2019 થી 14 માર્ચ 2019 દરમિયાન સેમિસ્ટર 1, 3 અને 5ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.19 માર્ચ 2019 થી 28 માર્ચ 2019 દરમિયાન સેમિસ્ટર 2, 4 અને 6ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે.

તા.24 એપ્રિલ 2019 થી તા.11 જૂન 2019 એમ કુલ 49 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

loading...