News, Politics

હાર્દિક પટેલ – જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા ગાંધીનગર સિવિલ, પરિવારજનોને શું કહ્યું ? જાણો

હાર્દિક પટેલ – જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા ગાંધીનગર સિવિલ, પરિવારજનોને પાઠવી સાંત્વના પાટણમાં આત્મવિલોપન કર્યા બાદ એપોલો હોસ્પીટલમાં સારવાર દરમિયાન ભાનુભાઈ…

હાર્દિક પટેલ – જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા ગાંધીનગર સિવિલ, પરિવારજનોને પાઠવી સાંત્વના
પાટણમાં આત્મવિલોપન કર્યા બાદ એપોલો હોસ્પીટલમાં સારવાર દરમિયાન ભાનુભાઈ વણકરનું મોત થયું હતું. તેઓના દેહનું આજે ગાંધીનગર સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવા માટે લાવવામાં આવેલ છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને પરિવારજનોએ સાંત્વના પાઠવી હતી.

પાટણ કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરનું અવસાન થયું છે. રાજ્યમાં દલિત સમાજને ન્યાય માટે જાહેરમાં સરકારી કચેરી આગળ આત્મવિલોપન કરવું પડે તે સમગ્ર રાજ્ય માટે શરમજનક ઘટના છે અને સરકાર તેને ફક્ત એક તમાશો હોય તેમ જોઈ રહી છે. આજે પાટણ કલેકટર કચેરીમાં ભાનુભાઈ વણકર નામનાં વ્યક્તિએ આત્મવિલોપન કરતાં તેઓને એપોલો હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામના હેમાબેન કાંતિભાઈ વણકરે તેમજ સામાજિક કાર્યકર ભાનુભાઇ વણકરે પાટણ કલેકટરને આત્મવિલોપનની ધમકી આપી હતી., હેમા બેન જણાવ્યું છે કે તેઓ અનુ.જાતિના ખેત મજૂર છે અને દુદખા ગામના વર્ષો પુરાણી ચાકરિયાત પસાયતા જમીન સર્વે નમ્બર 1022 મા આવેલી છે જેનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. 8 – 23 -54 થાય છે જેને નિયમિત કરવા વર્ષ 2015થી મહેસુલ વિભાગ ગાંધીનગરમાં પાટણ કલેકટરે દરખાસ્ત કરી દબાણ નિયમિત કરવા તારીખ 29.9.2015 ના રોજ જાવ.નં. વી.પી./ જમીન /2 / વસી /3399/ 15 ચિટનીશ શાખા તરફથી મોકલેલ છે , જેમાં હકારાત્મક અભિપ્રાય રજુ કરવામાં આવેલ છે અને આ દરખાસ્તને તારીખ 9.10.2013 ના ઠરાવ મુજબ સવાલ વાળી જમીન રી ગ્રાન્ટ માટેની પત્રતા ધરાવે છે અને તેના ચલણ પેટે રૂપિયા 22,236 સરકાર શ્રી મા જમા કરાવેલ છે છતાં પણ આ મહિલા ઉત્થાનના દાવા કરતી સરકારે અમો અનુ.જાતિને માંગણી સંદર્ભે કોઈ પગલાં ભરેલ નહોતા જેના કારણે તેઓએ આ પગલું ભરેલ હતું.

(Source : kalolnews )

loading...