News

જલ્દી કરો ઘરેણાં ની ખરીદી, ૧૦ વર્ષ માં થયું સૌથી સસ્તું સોનું..!!

સોનાના શોખીનો માટે ખુશખબર છે. સોનુ બહુ જ સસ્તું થવા જઇ રહ્યુ છે. અને તેમાં 10 વર્ષોનો સૌથી મોટો ઘટાડો…

Loading...

સોનાના શોખીનો માટે ખુશખબર છે. સોનુ બહુ જ સસ્તું થવા જઇ રહ્યુ છે. અને તેમાં 10 વર્ષોનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. શહેરની મુખ્યબજાર જેવા જ્વેલર્સ જેવા મોટા વેપારીઓનું માનવું છે કે, ટૂંક સમયમાં જ સોનું ખરીદવા માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે અને સોનાની પસંદગી કરનારાઓ આ માટે અત્યારથી તૈયારી કરી લેવા માંગે છે.

સોની બજારના વેપારીના જણાવ્યા અનુસાર, વિતેલા કેટલાક વર્ષોમાં સોનાનું ખરીદવું સામાન્ય માણસની પહોંચ બહાર હતું. પરંતુ હવે એક વાર ફરી સામાન્ય માણસની પહોંચમાં હશે. જે જ્વેલરીને ખરીદવી લોકો માટે સપનું હતું તે હવે આસાનીથી પોતાની પસંદના ઘરેણા ખરીદી લેશે.

જો તમે સોનાના ઘરેણા પહેરવાની ઇચ્છા ધરાવો છો તો થોડી રાહ જુઓ તો ઉત્તમ રહેશે. જો કે, આ વર્ષની પહેલી ત્રિમાસીકમાં સોનાની માંગ 10 વર્ષમાં સૌથી ઓછી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની એક રિપોર્ટ અનુસાર, દેશમાં સોનાની માંગ 12% ઘટી 87.7 ટન રહી.

2017ની પહેલી ત્રિમાસીકમાં સોનાની ડિમાન્ડ 99.2 ટન હતી. માંગ ઘટવાનું કારણ સોનાની વધતી કિંમતો, નબળો પડતો રૂપિયો અને GSTને કારણ જણાવાય રહ્યું છે.

રોકાણ માટે પણ સોનાની માંગ ઘટી:

ડબ્લ્યૂજીસીની રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીએ માર્ચ દરમિયાન વૈશ્વિક સ્તરે રોકાણ માટે પણ સોનાની માંગમાં ઘટાડો આવ્યો છે. રિપોર્ટના અનુસાર, ભારતમાં રોકાણ માટે સોનાની માંગ 13% ઘટી છે, જ્યારે ચીનમાં આમાથી 26 ટકાની મોટો ઘટાડો આવ્યો છે.

WGCના અનુસાર, એક્સચેન્જ ટ્રેડિડ ફન્ડ્સ દ્વારા સોનામાં રોકાણમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 66% નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સોનાના છડા અને સિક્કાઓની માંગમાં 15%નો ઘટાડો આવ્યો છે.

ઓછા લગ્નપ્રસંગોના કારણે ઘટી માંગ:

ડબ્લ્યૂજીસીના જણાવ્યા અનુસાર, માર્ચ 2018 દરમિયાન ભારતમાં લગ્નો ઓછા રહ્યા છે જેના કારણે જ્વેલરી માટે સોનાની માંગમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આ દરમિયાન ભારતમાં લગ્નના માત્ર 7 દિવસ જ આવ્યા છે જ્યારે 2017ની સરખામણીએ 22 દિવસ લગ્નની સીઝન હતી. WGCના રિપોર્ટ અનુસાર, ભારતમાં જ્વેલરીની માંગ ઘટવાના કારણે વૈશ્વિક સ્તરે જ્વેલરી માટે સોનાની માંગમાં 1 ટકા અછત આવી છે.

વૈશ્વિક માંગ 7 ટકા ઘટી:

વૈશ્વિક સ્તરે સોનાની માંગમાં 7 ટકાની અછત આવી છે. આ 2008 બાદ ત્રિમાસીકમાં સૌથી વધુ નબળી જોવા મળી છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વૈશ્વિક સ્તરે 973 ટન માંગ રહી.

loading...