News

જીઓ ને ટક્કર આપશે પતંજલિ સિમકાર્ડ ?…રામદેવ લાવ્યા સિમકાર્ડ..!

ટેલિકોમ સેક્ટરમાં રામદેવની એન્ટ્રી FMCG સેક્ટરમાં ધમાલ મચાવ્યા બાદ યોગ ગુરુ બાબા રામદેવે હવે ટેલિકોમ સેક્ટરમાં પણ એન્ટ્રી મારી દીધી…

ટેલિકોમ સેક્ટરમાં રામદેવની એન્ટ્રી
FMCG સેક્ટરમાં ધમાલ મચાવ્યા બાદ યોગ ગુરુ બાબા રામદેવે હવે ટેલિકોમ સેક્ટરમાં પણ એન્ટ્રી મારી દીધી છે. તેમણે રવિવારે હરિદ્વારમાં પતંજલિનું સિમ કાર્ડ લોન્ચ કર્યું. તેને સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ નામ આપવામાં આવ્યું છે.

બીએસએનએલ સાથે સમજૂતી
બાબા રામદેવની કંપની પતંજલિએ સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે સમજૂતી કરી છે અને સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ લોન્ચ કર્યું છે.

પતંજલિ કર્મચારીઓથી શરૂઆત
શરૂઆતમાં આ સિમનો ઉપયોગ માત્ર પતંજલિના કર્મચારી અને અધિકાીર કરી શકે છે.

પતંજલિ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ પણ મળશે
આ સિમ કાર્ડના પૂર્ણ લોન્ચિંગ બાદ આ સિમના યૂઝર્સને પતંજલિની પ્રોડક્ટ્સ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

144 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ

પતંજલિએ આ કાર્ડ માટે આકર્ષક પ્લાન લોન્ચ કર્યા છે. 144 રૂપિયાના રિચાર્જ પર દેશભરમાં અનલિમિટેડ કોલ્સની સાથે 2 જીબી ટેડા મળશે. તે ઉપરાંત 100 એસએમએસ પણ મોકલી શકાશે.

સિમ કાર્ડની સાથે ઈન્શ્યોરન્સનો લાભ
પતંજલિ પોતાના સિમ યૂઝર્સને હેલ્થ, એક્સિડન્ટ અને લાઈફ ઈન્શ્યોરન્સ પણ આપશે.

લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ

સમૃદ્ધિ સિમ કાર્ડની સાથે યૂઝર્સને 2.5 લાખ રૂપિયાનું મેડિકલ અને 5 લાખ રૂપિયાનું લાઈફ ઈન્શ્યોરન્સ કવર મળશે. રોડ એક્સિડન્ટની સ્થિતિમાં આ કવરનો લાભ મળશે.

રામદેવે આ સિમ કાર્ડ અંગે શું કહ્યું?

આ પ્રસંગે બાબા રામદેવે કહ્યું કે, સરકારી કંપની બીએસએનએલ સ્વદેશી નેટવર્ક છે. પતંજલિ અને બીએસએનએલ બંનેનો હેતુ દેશની ભલાઈ છે.

અહીંથી મળશે સિમ

રામદેવે કહ્યું કે, ‘દેશમાં બીએસએનએલના 5 લાખ કાઉન્ટર્સ છે અને લોકો પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ ટૂંક સમયમાં જ ખરીદી શકશે.’

loading...