News

કાર્ડ કલોનિંગ શું છે ? ન જાણતા હોવ તો જાણી લો, નહિતર પસ્તાશો…

કાર્ડ ક્લોનિંગ કદાચ આ શબ્દ તમારા માટે નવો હશે પણ એ બહું જ ખતરનાક શબ્દ છે. જો એનો પનારો પડે…

કાર્ડ ક્લોનિંગ કદાચ આ શબ્દ તમારા માટે નવો હશે પણ એ બહું જ ખતરનાક શબ્દ છે. જો એનો પનારો પડે તો તમારે પેટ ભરીને પસ્તાવું પડશે. આ થકી છેતરપિંડી કરનારાઓ ડુપ્લિકેટ કાર્ડ બનાવી લે છે. પછી એ કાર્ડનો ઉપયોગ તમારા ખાતામાં રહેલા પૈસાની ઉઠાંતરી કરી તમારી સાથે છેતરપિંડી આચરવામાં આવે છે.

દેશમાં કાર્ડ ક્લોનિંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે તો એક દેશના યૂઝર્સ ડેબિટ કાર્ડને ક્લોન કરીને બીજા દેશમાં ટ્રાન્ઝેકશન કરવાના મામલાઓ પણ સામે આવી રહ્યાં છે.

શું છે કાર્ડ ક્લોનિંગ ?…

જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાવ તો પહેલાં ચેક કરજો કે મશીન સાથે કોઈ અન્ય નાનકડું મશીન તો લગાવવામાં આવેલું નથીને? તમે કહેશો કે આમ કેમ પૂછો છો ? તો જાણી લો તેને કાર્ડ ક્લોનિંગ સાથે સંબંધ છે. કેવી રીતે લોકોને ઠગવામાં આવે છે..

દરેક ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાં એક મેગ્નેટિક સ્ટ્રિપ હોય છે જેમાં એકાઉન્ટ વિશે જોડાયેલી તમામ માહિતી સ્ટોર થયેલી હોય છે. કેટલાંક છેતરપિંડી કરનારાઓ એક ડિવાઈસનો ઉપયોગ કરે છે. જેના થકી એ તમારા ડેટાની ચોરી કરીને તેવું બીજું કાર્ડ બનાવી લે છે પછી તેના થકી તમારા ખાતામાંથી પૈસાની હેરાફેરી કરે છે.

છેતરપિંડી કરનારા જે ડિવાઈસનો ઉપયોગ કરે છે તેને તમારા એટીએમ સાથે ફિટ કરી દે છે. જ્યારે તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડવા કાર્ડ સ્વાઈપ કરો છો ત્યારે તમારા કાર્ડમાં મેગ્નેટિક ટેપમાં રહેલી તમામ વિગતો કોપી કરીને લઈ લે છે. જેના થકી તે તમારા એકાઉન્ટની તમામ માહિતી મેળવી લે છે. પછી કોપી કરેલા ડેટા એક ઈન્ટરનલ મેમરીમાં સ્ટોર કરીને અન્ય કોરા કાર્ડમાં કોપી કરી દેવામાં આવે છે.

સાથોસાથ ડિવાઈઝ તમારી પીન નંબર પણ કોપી કરીને તેનો કોડ ઉકેલી છેતરપિંડી કરનારાને જણાવી દે છે. તેથી એ તમારા પીન નંબરનો જ ઉપયોગ કરી ડુપ્લીકેટ કાર્ડ દ્વારા પૈસાની ઉઠાંતરી કરી લે છે. આવી રીતે તે ફ્રોડ ટ્રાન્ઝેકશનને અંજામ આપે છે. તમારી વિગતો ચોરાય જાય છે તે વિશે તમને ખબર પણ રહેતી નથી. આ આખીયે પ્રક્રિયાને કાર્ડ ક્લોનિંગ થકી છેતરપિંડી કહેવામાં આવે છે.

કેવી રીતે આનાથી બચવું…

જ્યારે તમે એટીએમમાંથી પૈસા કાઢવા જાવ ત્યારે સૌથી પહેલાં એ ચેક કરી લો કે ત્યાં કોઈ સ્કીમર તો નથીને.. સ્વાઈપ પોઈન્ટની આજુબાજું કે આસપાસમાં હાથ લગાવી ને જોઈલો, જો તમને કઈંક વાંધાજનક દેખાય તો તમે સતર્ક થઈ જાવ. સ્કીમરની ડિઝાઈન એવી હોય છે કે તે તમને મશીનનો જ એક પાર્ટ લાગે.

કિપેડ પર એક ખૂણો દબાવો, જો પેડ સ્કીમર હશે તો એક ખૂણો ઉઠી જશે.

વર્તમાન સમયમાં એ જરૂરી છે કે તે સમયાંતરે નિયમિત રીતે પીન નંબર બદલતા રહો. જેથી નકલખોરોથી બચી શકો છો.

loading...