News

નાના ભાઈ અનિલ સાથે ની ૧૮૦૦૦ કરોડની ડીલ કેન્સલ કરી દેશે મુકેશ..?

RCom વિરુદ્ધ બેન્કરપ્ટ્સી પ્રોસીડિંગ ગુલવીન ઔલખ, નવી દિલ્હી: ઈનસૉલ્વન્સી ટ્રાઈબ્યૂનલે રિલાયન્સ કમ્યૂનિકેશન(RCom) વિરુદ્ધ બેન્કરપ્ટ્સી પ્રૉસીડિંગ શરુ કરવાનો ઓર્ડર આપ્યો છે….

RCom વિરુદ્ધ બેન્કરપ્ટ્સી પ્રોસીડિંગ

ગુલવીન ઔલખ, નવી દિલ્હી: ઈનસૉલ્વન્સી ટ્રાઈબ્યૂનલે રિલાયન્સ કમ્યૂનિકેશન(RCom) વિરુદ્ધ બેન્કરપ્ટ્સી પ્રૉસીડિંગ શરુ કરવાનો ઓર્ડર આપ્યો છે. આનાથી અનિલ અંબાણીની આ ટેલિકોમ કંપનીની પોતાના વાયરલેસ એસેટ્સ મોટા ભાઈ મુકેશ અંબાણીના રિલાયન્સ જિયો ઈન્ફોકોમને 18000 કરોડ રુપિયામાં વેચવાની ડીલને અસર પડી શકે છે.

2/5Rcom પર દેવું

આરકોમ પર દેવું ઘણું વધારે છે અને તેને ઓછું કરવા માટે તેણે આ ડીલ કરી હતી. નેશનલ કંપની લૉ ટ્રાઈબ્યૂનલ(NCLT)ની મુંબઈ બેન્ચે આઠ મહિનાની કાયદાકીય લડાઈ પછી મંગળવારના રોજ આરકોમ અને તેની સબ્સિડરીઝ વિરુદ્ધ સ્વિડનની ટેલિકોમ ગિયર કંપની એરિક્સનની 3 અરજીઓ સ્વીકારી છે.

3/5અોર્ડર વિરુદ્ધ અપીલ

આનાથી એરસેલ પછી આરકોમ બેંકરપ્ટ્સી પ્રૉસીડિંગમાં જનારી બીજી ટેલિકોમ કંપની બની ગઈ છે. NCLTના આ ઓર્ડર વિરુદ્ધ આરકૉમ નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રાઈબ્યૂનલ(NCLAT)માં અપીલ કરી શકે છે.

4/545000 કરોડનું દેવું

Rcom પર લગભગ 45000 કરોડ રુપિયાનું દેવું છે. દેશના ટેલિકોમ માર્કેટની ભારે સ્પર્ધાનો આરકોમ સામનો ન કરી શકી અને તે જ કારણે તેણે 2017માં પોતાનો વાયરલેસ બિઝનેસ બંધ કરવો પડ્યો હતો. એરસેલ સાથે મર્જરના પ્રયત્નો નિષ્ફળ જવાને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે જિયો સાથે પોતાના સ્પેક્ટ્મ, ટાવર્સ, ફાઈબર અને સ્વિચિંગ નોડ્સ વેચવાની ડીલ સાઈન કરી હતી. આ પગલું દેવું ઓછું કરવા માટે લેવામાં આવ્યુ હતું. કંપની બેંકરપ્ટ્સી પ્રૉસીડિંગમાં જવાને કારણે આ ડીલ અટકી શકે છે.

5/5એરિક્સને કરી અરજી

આ કેસમાં એરિક્સનનો કેસ લડનારા સીનિયર વકીલ અનિલ ખેરે ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે, 3 અરજીઓ સ્વીકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એરિક્સનનું આરકોમ પર લગભગ 1150 કરોડ રુપિયાનું લેણું છે. તેને રિકવર કરવા માટે એરિક્સને અરજી દાખલ કરી છે.

loading...