News, Social

પોલીસે સલમાનને કહ્યું, તારા કપડાં ઉતાર, સલમાનને એવો જવાબ આપ્યો કે, સાંભળીને ચોંકી જશો..

જોધપુર સેશન કોર્ટે સલમાનની જામીન અરજીને કાલ સુધી ટાળી દીધી છે. હવે તેના જામીનની સુનવાણી શનિવારે થશે. જેના કારણે સલમાનને…

જોધપુર સેશન કોર્ટે સલમાનની જામીન અરજીને કાલ સુધી ટાળી દીધી છે. હવે તેના જામીનની સુનવાણી શનિવારે થશે. જેના કારણે સલમાનને આજે પણ જેલમાં જ રહેવુ પડશે.

ત્યાં જેલમાં સલમાન ખાનને પોલીસવાળાઓએ કપડા ઉતારવાનું કહયું કેમ કેે સલમાનેન કેદીઓ વાળા કપડા પહેરાવાના હતા. સલમાને પોલીસવાળાઓને કહયું, તે ત્રણવાર પહેલા પણ જેલ જઇ ચુકયો છે.

જેલના બધા નિયમોનું પાલન કરે છે. તે કેદીઓવાળા કપડા નહીં પહેરે. સલમાન કાલથી અત્યાર સુધી જીન્સ અને બ્લેક શર્ટમાં જ છે જે તેને કાલે સુનાવણી દરમ્યાન પહેર્યા હતા. આ વચ્ચે એકટ્રેસ પ્રિતી જિંટા તેને મળવા સેન્ટ્રલ જેલ પહોંચી.

મુશ્કેલના આ સમયમાં પ્રિટી જિંટા સલમાનને મળવાવાળી પહેલી બોલીવુડ હસ્તી છે. બંનેની વચ્ચે જોધપુર સેન્ટ્રલ જેલમાં વાતચીત થઇ. સલમાન ખાનની સજા પર ઘણા બી-ટાઉન સેલેબ્સે દુ:ખ જતાવ્યું છે.

બધા સ્ટાર્સ સલમાન ખાનને સપોર્ટ કરી રહયા છે.પ્રિટી જિંટા અને સલમાન ખાને ઘણા ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેની વચ્ચે સારી બોન્ડિંગ છે. આ નાજુક સમયમાં પ્રિતી પોતાના ખાસ દોસ્ત સલમાનની હિંમત વધારવા તેને મળવા પહોંચી.

જોધપુરની કોર્ટે ગુરૂવારના સલમાન ખાનને જોધપુરના કાંકણામાં ઓકટોબર ૧૯૯૮માં બે કાળિયાર હરણોના શિકારમાં દોષી જાહેર કર્યો હતો. સલમાનના દોષી કરાર દીધાના લગભગ ૩ કલાક પછી કોર્ટે સજાનું એલાન કર્યો અને સલમાનને પાંચ વર્ષની કેદ અને ૧૦ હજાર રૂપિયા દંડની સજા ફરમાવી.

કોર્ટે જયારે ફેંસલો સંભાળવ્યો તે સમયે સલમાને સાથે તેની બહેનો અલવીરા અને અર્પિતા તેની સાથે કોર્ટરૂમમાં જ મોજુદ હતી. સજાના એલાન થતા જ તે સલમાનને લિપટીને રોઇ પડી હતી. સલમાન ખાન પણ દુ:ખી અને હતાશ નજર આવ્યો હતો. કોર્ટરૂમમાં તેની સાથે સલમાનનો બોડીગાર્ડ શેરા પણ હાજર હતો.

loading...