News

રાહુલ ગાંધીની સગાઈની અફવા,જાણો કોણ છે એ મહિલા ધારાસભ્ય ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે લગ્નની અફવાહ બાદ ચર્ચામાં આવેલી રાયબરેલીની ધારાસભ્ય અદિતિ સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીની…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે લગ્નની અફવાહ બાદ ચર્ચામાં આવેલી રાયબરેલીની ધારાસભ્ય અદિતિ સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીની સાથેની સગાઇના સમાચારોને લઇને મૌન તોડ્યુ છે. અદિતિએ કહ્યુ કે, ”રાહુલ ગાંધી મારા ભાઇ જેવા છે, હું તેમને રાખડી બાધું છુ, રાહુલ ગાંધીની સાથેના લગ્નના સમાચાર માત્ર અફવાહ છે.”

વાસ્તવમાં અદિતિ સિંહનો પરિવાર તાજેતરમાં જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા, જ્યાં રાહુલ અને સોનિયાની સાથે પરિવારની ફોટો સામે આવી છે. આ ફોટોને સોશ્યલ મીડિયા પર રાહુલ ગાંધીની સગાઇને ફોટો કહીને વાયરલ કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં અદિતિ સિંહ ત્યારથી ચર્ચામાં આવી હતી જ્યારથી 90000થી વધારે વોટના અંતરની સાથે તે રાયબરેલીથી પોતાની પહેલી ચૂંટણી જીતી હતી.

અદિતિના પિતા અખિલેશ સિંહ રાયબરેલી વિધાનસભા સીટના 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમણે ઉત્તર પ્રદેશના એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અદિતિએ ડ્યૂક યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ છે, જ્યારે યૂએસએમાં મેનેજમેન્ટ સ્ટીડઝમાં માસ્ટર્સ કર્યુ છે.
29 વર્ષીય અદિતિ સિંહને પ્રિયંકા ગાંધી વાડ્રાની નજીકની સાથીદારમાંથી એક માનવામાં આવે છે.
ડિસેમ્બરમાં થયેલી સ્થાનિક ચૂંટણીના વખતે અદિતિએ કોંગ્રેસની જીત માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. લોકોએ અદિતિ અને અખિલેશ સિંહને પાર્ટીની જીત માટેનો શ્રેય આપ્યો હતો.

ચર્ચા એવી પણ છે કે, 2019માં લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી એક નવી ટીમ બનાવવામાં લાગેલા છે, કહેવાય રહ્યુ છે કે આ ટીમમાં યુવા નેતાઓને સ્થાન આપવામાં આવશે, જેમાં રાયબરેલીની ધારાસભ્ય અદિતિ સિંહને રાહુલ ગાંધી ટીમમાં મહત્વની જવાબદારી સોંપી શકે છે.

સૂત્રોનુસાર, ભાજપની લહેરમાં પણ 2017ની ચૂંટણીં કોંગ્રેસના ગઢને બચાવનારી અદિતિ સિંહને પ્રદેશ મહિલા કોંગ્રેસ કમિટીમાં મહત્વની જવાબદારી મળી શકે છે.

loading...