News, Social

યુવતીને કેફિપનું પીવડાવી સાળા બનેવીએ દોઢ વર્ષ ગુજાર્યો બળાત્કાર..!

સુરત-09-05-2018 પુણાગામ વિસ્તારની યુવતીને કેફી પીણું પીવડાવી બળાત્કાર કર્યાં બાદ વિડીયો બનાવી લેવાયો હતો. જેના દ્વારા નરાધમ બે આરોપીઓએ દોઢ…

સુરત-09-05-2018

પુણાગામ વિસ્તારની યુવતીને કેફી પીણું પીવડાવી બળાત્કાર કર્યાં બાદ વિડીયો બનાવી લેવાયો હતો. જેના દ્વારા નરાધમ બે આરોપીઓએ દોઢ વર્ષ સુધી વિવિધ જગ્યાએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જયારે યુવતીએ આ અંગે તેના પરિવારજનોને જાણ કરતા પરિવારે આપેલી હિંમતને સાથને કારણે પીડિતાએ પુણા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તાપસ શરુ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણાગામ વિસ્તારમાં આવેલ ભૈયાનગર સોસાયટી પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટી ખાતે ઘર નંબર ૬૩માં રહેતા મૂળ રાજસ્થાનના ઓમપ્રકાશ રૂપારામ મેઘવાલ રહે છે. ઓમપ્રકાશ તેના ઘરની સામે રહેતી યુવતી પર નજર બગડી હતી. ઘરકામ કરતી યુવતી જયારે નજર બગડી હતી. જયારે યુવતી દુકાને ઘર સમાન લેવા જતી ત્યારે ઓમપ્રકાશ અને તેના સાળા રૂપેશ મેઘવાલ ઘરે બોલાવવાના ઈશારાઓ કરતા હતા.

જોકે યુવતીએ નાદાનીમાં એક વાર તેઓના ઘરે ગઈ ત્યારે બંને નરાધમોએ તેણીને ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખીને પીવડાવી દેતા યુવતી બેભાન થઇ ગઈ હતી. જેનો લાભ લઈને બંને નારાધાનોએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. સાથે તેણીનો વિડીઓ ઉતારી બ્લક્મેઇલ કરવાનું ચાલુ કર્યું હતું. અને ધમકી આપી હતી કે જો યુવતી કોઈને આ વાતની જાણ કરશે તો વિડીઓ લીક કરવાની સાથે તેના પરિવારને જાનથી મારી નાખશે. જેથી ગભરાયેલી યુવતી બંને નરાધમો જ્યાં બોલાવતા ત્યાં જતી અને તેઓ યુવતીને બેભાન કરીને બળાત્કાર ગુજારતા હતા.

છેલ્લા દોઢ વર્ષથી બંને સાળા-બનેવીએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે આખરે યુવતીએ માતા-પિતા, કાકા-કાકી, સહીત મોટા વડીલોને જાણ કરતા તમામ પરિવારજનોએ તેણીને હિંમત આપી હતી. અને આ બંને નરાધમો વિરુદ્ધ પુણા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

નરાધમોએ બ્લક્મેઇલ કરીને યુવતીને વિવિધ જગ્યાઓ પર બોલાવીને બળાત્કાર કરતા રહ્યા હતા. જયારે નરાધમોએ યુવતીને રાજસ્થાન લઇ જઈને પણ ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. જયારે સતત દોઢ વર્ષથી નરાધમો યુવતીને પીંખી રહ્યા હતા. જયારે યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા બંને નરાધમો નાસી છૂટયા હતા. હાલ પોલીસે બંને બળાત્કારીઓની શોધખોળ હાથ ધરી છે.

loading...