Politics

Budget 2018 LIVE: બજેટની કોપીઓ સંસદભવન પહોંચી, થોડીવારમાં રજૂ થશે બજેટ

નાણા મંત્રી અરુણ જેટલી આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટ મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ હશે. નાણામંત્રી અરુણ…

નાણા મંત્રી અરુણ જેટલી આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટ મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ હશે. નાણામંત્રી અરુણ જેટલી બપોરે 11 વાગ્યે બજેટ ભાષણ આપશે. બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી ગઇ છે. નિષ્ણાંતોના મતે નાણા મંત્રી પેટ્રોલ-ડિઝલની કિંમતો, રોજગાર અને ખેડૂતોની આવકમાં વધારો કરવા સહિતના અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. બજેટ રજૂ કરતા અગાઉ નાણા મંત્રી જેટલીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બજેટને મંજૂરી માટે કેબિનેટ બેઠક શરૂ થઇ હતી.

એક એવો અંદાજ છે કે સરકાર ટેક્સ છૂટની સીમા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. એવામાં 3-5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ લાગી શકે છે. 5-10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે તેવું અનુમાન છે. જ્યારે 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગવાનો અંદાજ છે.
(Source :abpasmita.abplive )

loading...
Related Articles