Politics

જાણો કેમ ભાજપમાં વરુણ – રેશમાનું પત્તું કપાયું, જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાની સ્પષ્ટ મનાઈ ફરમાવાઈ

પાસ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા રેશમા અને વરુણ પટેલ માટે બાવાના બેય બગડ્યા જેવો ઘાટ સર્જાયો છે. પાટીદારોમાં વરુણ…

પાસ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા રેશમા અને વરુણ પટેલ માટે બાવાના બેય બગડ્યા જેવો ઘાટ સર્જાયો છે. પાટીદારોમાં વરુણ અને રેશમા પર ભારે રોષ જોતાં તેઓને ફક્ત ટીવી ડીબેટનમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાજપના જાહેર કાર્યક્રમોમાં વરુણ – રેશ્માની હાજરીને કારણે હોબાળો થવાના ડરથી હાઈકમાંડ દ્વારા સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી છે.

વધુમાં રાજ્યમાંમાં વરુણ પટેલ અને રેશ્માને પ્રચાર પ્રસારમાં ઉતારવાનો ભાજપનો નિર્ણય આગમાં ઘી હોમવાનું કામ કરે તો નવાઈ નહિ. ભાજપના કાર્યકરોમાં આ બંનેને લઈને ભારોભાર વિરોધ છે અને આગાઉ વડાપ્રધાન તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ગણતરીના દિવસો અગાઉ ગાળો ભાંડનારાની હવે કથા સંભાળવા ભાજપના કાર્યકરો હવે તૈયાર નથી.

આ ઉપરાંત ભાજપ જ્યાં પ્રચાર પ્રસારમાં નેતાઓ ઉતરશે અને આ બંનેની એન્ટ્રી હશે તો તમામ નેતાઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાં નો એન્ટ્રી થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ભાજપમાં નવાં ચહેરાઓને સારા હોદ્દા આપતાં ભાજપના કાર્યકરોમાં પણ દુખની લાગણી છે તેમજ પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી ભાજપમાં જોડાયેલ અને હાર્દિક પટેલ વિરુદ્ધ બેફામ આક્ષેપ કરતાં વરુણ અને રેશમાને હવે કોઈ સાંભળવા તૈયાર નથી તેવું સુત્રોએ જણાવ્યું હતું.

(Source ;gujaratimasti )

loading...