Politics

જાણો મેવાણીનો હુંકાર :કર્ણાટકમાં ભાજપને ૨૦ વોટ પણ નહી મળવા દઉં,

  કર્ણાટકમાં થોડા મહિનાઓ બાદ ચુંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપને સત્તાથી દુર રાખવા માટે વડગામના ધારાસભ્ય અને યુવા નેતા…

 

કર્ણાટકમાં થોડા મહિનાઓ બાદ ચુંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપને સત્તાથી દુર રાખવા માટે વડગામના ધારાસભ્ય અને યુવા નેતા જીજ્ઞેશ મેવાણીએ મોરચો ખોલી દીધો છે. કર્ણાટકમાં તેઓએ જણાવ્યું હતું કે વિધાસભાની ચૂટણીમાં તેઓ ભાજપને ૨૦ વોટ પણ મળવા નહી દે. પ્રખ્યાત પત્રકાર ગૌરી લંકેશનાં જન્મદિવસના અવસર પર આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં મેવાણીએ આ જણાવ્યું હતુ.

જીજ્ઞેશ મેવાણીએ વધુમાં કહ્યું હતું કે હું કર્ણાટકમાં એપ્રિલ મહિનામાં ૧૫ દિવસની મુલાકાત લઈશ અને અહીનાં ૨૦ ટકા દલિતો વચ્ચે રહીને ભાજપ વિરુદ્ધ એવો પ્રચાર કરીશ કે તેમને ૨૦ વોટ પણ ના મળે. વધુમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે અન્ય મોટી રાજકીય પાર્ટીઓએ પણ એકસાથે આવવું જોઈએ જેથી ચડ્ડીધારીઓ જીતી નાં શકે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણી હાલ સમગ્ર દેશમાં પ્રવાસ કરીને ભાજપ વિરુદ્ધમાં તમામ વિપક્ષો અને સંગઠનોને એકમંચ પર લાવવાનાં પ્રયાસ કરી રહ્યાં છે.

(Source : kalolnews )

loading...