Politics

જાણો પાટીદાર વર્તુળો માં રેશ્મા પટેલ અને વરુણ પટેલ ને લઈને ચાલી રહી છે ચર્ચા..

પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર હાર્દિક પટેલ સાથે આંદોલન માં સહયોગી કન્વીનર રહી ચૂકેલા રેશ્મા પટેલ અને વરુણ પટેલ અચાનક…

પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર હાર્દિક પટેલ સાથે આંદોલન માં સહયોગી કન્વીનર રહી ચૂકેલા રેશ્મા પટેલ અને વરુણ પટેલ અચાનક ચૂંટણી પેહલા જ ભાજપ માં જોડાય ગયા હતા અને હાર્દિક પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા..

જયારે ચૂંટણી પેહલા એક બાજુ પાટીદાર સમાજ એ ભાજપ ને હરાવવા નું મૂડ બનાવ્યું હતું એવામાં રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપ માં જોડાય જતા સમાજ માં રોષ પ્રગટ થયો હતો.

ચૂંટણી પેહલા વરુણ પટેલ અને રેશ્મા પટેલ ને મીડિયા માં અને ગ્રાઉન્ડ પર ભાજપ દ્વારા બવ પ્રમોટ કરવામાં આવી રહ્યા હતા અને બંને હાર્દિક પટેલ ને વારંવાર ટાર્ગેટ કરતા હતા….

ચૂંટણી પત્યા બાદ ભાજપ ની 99 સીટ સાથે જીત થઈ હતી જે ભાજપ માટે ખુબ ગંભીર બાબત કેહવાય અને ચૂંટણી જીત્યા બાદ ભાજપ માંથી રેશમા પટેલ અને વરુણ પટેલ ક્યાંક ગાયબ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.

અને પાટીદાર વર્તુળો માં પણ ચર્ચા નો વિષય બન્યો છે કે શું રેશ્મા પટેલ અને વરુણ પટેલ ફક્ત ચૂંટણી પૂરતા જ ભાજપ માં લીધા હશે કે કેમ??

(Source : aapnikhabar )

loading...