Politics

જોર્ડનમાં વડાપ્રધાન મોદી ભારતીયોને મળ્યા

4 અરબ દેશોના પ્રવાસ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસના પ્રથમ તબક્કામાં જોર્ડનની રાજધાની અમ્માન પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત…

4 અરબ દેશોના પ્રવાસ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસના પ્રથમ તબક્કામાં જોર્ડનની રાજધાની અમ્માન પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

અમ્માન પહોંચ્યા બાદ જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ સેકન્ડ અલ બિન હુસૈન સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કિંગને યાત્રા સુગમ બનાવવા માટે આભાર માન્યો. પીએમ મોદી અને જોર્ડનના કિંગની મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રમાં ભારત અને જોર્ડનના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમ્માનમાં મીઠો આવકાર મળ્યો. અહીં હોટેલમાં પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં ભારતીય આવ્યા હતા. તો પીએમ મોદી સુરક્ષા ઘેરો તોડીને ભારતીયોને મળ્યા હતા અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.

(Source : gandhinagarmetronews )

loading...