Relationship, Social

ફેસબૂક પર શોધી રહી છે જીવનસાથી આ યુવતી,ઝુકરબર્ગે પણ કરી રિકવેસ્ટ્..!!

1/4જીવનસાથી શોધવા ફેસબુકનો ઉપયોગ તિરુવનંતપુરુમ: ઘણા લોકો સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરે છે, ઘણા પ્રકારના વીડિયો શેર કરે…

1/4જીવનસાથી શોધવા ફેસબુકનો ઉપયોગ

તિરુવનંતપુરુમ: ઘણા લોકો સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરે છે, ઘણા પ્રકારના વીડિયો શેર કરે છે, જેનાથી તે લોકો સાથે કનેક્ટ રહી શકે. પરંતુ, કેરળની એક યુવતીએ જીવનસાથી શોધવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો છે.

કેરળના મલપ્પુર્રમમાં રહેતી જ્યોતી કેજી નામની યુવતીએ એક પોસ્ટ કરી છે, જે ઘણી વાઈરલ થઈ રહી છે.

2/4જીવનસાથી શોધવા પોસ્ટ લખી માગી મિત્રોની મદદ

કેરળની ડિઝાઈનરે મિત્રોને જીવનસાથી શોધવામાં મદદ કરવા અપીલ કરી છે. તેની વૈવાહિક પોસ્ટ સોશયલ મીડિયામાં #FacebookMatrinony હેશટેગથી ઘણી વાઈરલ થઈ રહી છે. તેની કોઈ ડિમાન્ડ નથી. કુંડળી કે જાતિ પણ મહત્વની નથી.

3/4શું લખ્યું છે પોસ્ટમાં

મલયાલમ ભાષામાં લખેલી પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ‘હું સિંગલ છું, પણ મારો કોઈ મિત્ર કોઈને જાણે છે તો મને જણાવે. મારી કોઈ ડિમાન્ડ નથી. કુંડલી કે પછી જાતિ મહત્વપૂર્ણ નથી.

મારા માતા-પિતા જીવતા નથી. મેં ફેશન ડિઝાઈનિંગમાં બીએસસી કર્યું છે. મારી ઉંમર 28 વર્ષ છે. મારો ભાઈ મુંબઈમાં સીનિયર આર્ટ ડારેક્ટર છે. મારી બહેન સિવિલ એન્જિનિયરિંગ કરી રહી છે.’ તેણે પોતાની તસવીર તદ્દન મેટ્રિમોનિયલ એડ જેવી જ મૂકી છે.

4/4માર્ક ઝુકરબર્ગને પણ કરી એક રિક્વેસ્ટ

26 એપ્રિલે તેણે આ પોસ્ટ શેર કરી હતી. 6 હજારથી વધુ વખત તેને શેર કરી ચૂકાઈ છે. કોમેન્ટ સેક્શનમાં તેને ઘણી પ્રપોઝલ પણ મળી ચૂકી છે. પોસ્ટમાં કેરળની આ યુવતીએ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને એક રિક્વેસ્ટ કરી છે કે ફેસબુક પર મેટ્રિમોનિયલને પણ એડ કરવામાં આવે.

તેણે લખ્યું કે, ‘ઘણા લોકોને જીવનસાથી શોધવામાં મુશ્કેલી પડે છે. જો ફેસબુક પર મેટ્રિમોનિયલ જોડાઈ જાય તો મેરેજ બ્રોકરને ફાલતુમાં રૂપિયા નહીં આપવા પડે અને પરફેક્ટ લાઈફ પાર્ટનર મળી શકશે.’ જ્યોતિ એકલી એવી નથી કે જેણે આવી પોસ્ટ કરી હોય.

ગત વર્ષે કેરળના ફોટોગ્રાફર રજનીશ મનજેરીએ પણ આવી જ એક પોસ્ટ કરી હતી. તે પછી તેને જીવનસાથી મળ્યો હતો.

loading...