Relationship

૩૬ ઇંચનો યુવક ૩૪ ઇંચની યુવતીને પરણ્યો, લોકોએ ફોટા પાડવા કરી પડાપડી…!

42 વર્ષના સુનીલ-34 વર્ષની સારિકાના યોજાયા લગ્ન… ગોરખપુર (યુપી): લગ્નની આશા છોડી ચૂકેલા 36 ઈંચના યુવક અને 34 ઈંચની યુવતી…

Loading...

42 વર્ષના સુનીલ-34 વર્ષની સારિકાના યોજાયા લગ્ન…

ગોરખપુર (યુપી):

લગ્નની આશા છોડી ચૂકેલા 36 ઈંચના યુવક અને 34 ઈંચની યુવતી માટે ગઈકાલ (સોમવાર)નો દિવસ ઘણો જ યાદગાર રહ્યો. અહીં પર ગઈકાલે 42 વર્ષના ડો. સુનીલ કુમારે 34 વર્ષની સારિકાને પોતાની જીવનસાથી બનાવી લીધી.

આ બંનેએ પોતાના લગ્નની આશા છોડી દીધી હતી, પરંતુ પરિવારના લોકોના પ્રયાસથી તેમની જોડી બની અને સોમવારે બંનેના ધામધૂમથી લગ્ન યોજાયા. એટલું જ નહીં, આ બંને સાથે ફોટા પડાવવા માટે લગ્નમાં ઉપસ્થિત લોકોએ પડાપડી કરી મૂકી હતી.

સુનીલે છોડી દીધી હતી લગ્નની આશા…

ડો. સુનીલ કુમાર પાઠક છ ભાઈઓમાં ત્રીજા નંબરે છે. તેમના બધા ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા છે. સુનીલે ધીરે-ધીરે લગ્નની આશા છોડી દીધી હતી. દરમિયાન અચાનક જ તેમના ઘરે છોકરીનું માગું આવ્યું. પહેલા તો તેમને વિશ્વાસ જ આવ્યો, પરંતુ જ્યારે તેમને જાણવા મળ્યું કે, છોકરી પણ તેમના જેવી જ છે તો લગ્ન માટે હા કરી દીધી. સુનીલની હાએ દુલ્હન બનવાના સપના સેવીને બેઠેલી સારિકા મિશ્રાના જીવનમાં પણ ખુશીઓ લઈને આવી.

સુનીલે સંસ્કૃતમાં પીએચડી કર્યું છે…

સોમવારે ધૂમધામથી લગ્ન થયા અને બંને એક-બીજાના થઈ ગયા. આ પ્રસંગે ઉપસ્થિત પરિવારજનો અને પરિચિતોએ વર-વધૂને આશીર્વાદ આપી તેમના સુખી લગ્નજીવનની મંગળ કામના કરી.

ખજની ક્ષેત્રના વિશુનપુરા ગામના રહેવાસી નિવૃત્ત આચાર્ય વિશ્વનાથ પાઠકના પુત્ર સુનીલે સંસ્કૃતમાં પીએચડી કર્યું છે. 42 વર્ષના સુનીલ જ્યોતિચાર્ય છે અને પોતાના વ્યવહારને કારણે ક્ષેત્રના લોકોમાં તેમનું ઘણું સન્માન છે.

નાનું કદ લગ્નમાં બનતું હતું અડચણ…

યોગ્યતના માપદંડ પર ખરા ઉતરતા સુનીલના માર્ગમાં તેમનું કદ અડચણ બનતું હતું, પરંતુ પોતાની હિંમતથી તે સતત આગળ વધવા પ્રેરિત થતા રહ્યા. માત્ર 36 ઈંચ (ત્રણ ફૂટ)ની ઉંચાઈવાળા ડો. સુનીલ સાથે જ્યારે પણ કોઈ લગ્નની વાત કરતું, તેઓ હસીને ટાળી દેતા. પણ, ઈશ્વરે તેમના માટે જીવનસાથી પસંદ કરી રાખી હતી.

સારિકાની પણ આવી જ કહાની…

તેમની જીવનસાથી બનેલી રાનીબાગની રહેવાસી સારિકા મિશ્રાની કહાની પણ કંઈક એવી જ છે. બીએ પાસ સારિકાનું નાનું કદ તેના લગ્નમાં અડચણ બનતું હતું. 34 ઈંચ લાંબી સારિકાના ભઆઈ પ્રવીણકુમાર મિશ્રાનું કહેવું છે કે, તેમણે બહેનના લગ્નની આશા છોડી દીધી હતી, પરંતુ તેમના જમાઈએ જ્યારે સુનીલ વિશે જણાવ્યું તો તેમની ખુશીનો પાર ન રહ્યો.

ભાઈએ છોડી દીધી હતી બહેનના લગ્નની આશા…

પ્રવીણ સુનીલના ઘરે માગું લઈને પહોંચી ગયો. બંને પરિવારોએ બાળકોની ખુશી માટે આ લગ્ન નક્કી કર્યા અને સોમવારે ધામધૂમથી બંનેના લગ્ન કરાવી આપ્યા. દુલ્હન બનેલી સારિકા આ લગ્નથી ઘણી ખુશ નજર આવી.

સારિકાએ કહ્યું કે, દરેક યુવતીની જેમ તેના પણ સપના છે અને આ સપના હવે પૂરા થઈ રહ્યા છે. લગ્નમાં બંને પક્ષના મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને વર-વધૂને અભિનંદન આપી ખૂબ ધમાલ મચાવી.

loading...