Relationship

જાણો તમારી ઉંમર વધ્યા બાદ SEX સંબધથી થાય છે આ ફાયદો

જો તમે ઉંમર વધ્યા બાદ પણ સેક્સ કરો છો તો તમારું મગજ સારું પર્ફોમ કરી શકે છે. એક સ્ટડીમાં આ…

જો તમે ઉંમર વધ્યા બાદ પણ સેક્સ કરો છો તો તમારું મગજ સારું પર્ફોમ કરી શકે છે. એક સ્ટડીમાં આ વાત સામે આવી છે. સ્ટડીમાં જણાવ્યા અનુસાર ઉંમર વધ્યા બાદ સપ્તાહમાં જે લોકો ઓછામાં ઓછું એક વખત શારીરિક સંબંધ બાંધે છે એ વર્બલ અને વિઝુઅલ ટેસ્ટમાં સારું પર્ફોમ કરે છે. ચલો જાણીએ કે કઇ ઉંમરમાં લોકો પર અસર જોવા મળે છે. એવી અસર અને એનાથી જોડાયેલા અન્ય ફેક્ટસ…

યૂનિવર્સિટી તરફથી કરવામાં આવેલી સ્ટડીમાં 73 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં 28 પુરુષ અને 45 મહિલાઓ સામેલ હતી.

સ્ટડીમાં 50 થી 83 વર્ષના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જે લોકોને 12 મહિના સુધી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રેગ્યુલર સેક્સ કરનાર લોકોએ પ્રશ્નોના જવાબ આપવામાં સારું પર્ફોમન્સ કર્યું.

જે લોકોએ વધારે સેક્સ કર્યું, એમના મગજે સારું પર્ફોમન્સ કર્યું, આવો અભ્યાસ પહેલા પણ કરવામાં આવ્યો હતો, જેમાં આવું જ રિઝલ્ટ સામે આવ્યું હતું.

જો કે રિપોર્ટ પ્રમાણે સેક્સના કારણે લોકોની મેમરી અને ધ્યાન આપવાની ક્ષમતા પર કોઇ અસર જોવા મળી નથી.

(Source by : gandhinagarmetronews )

loading...