Relationship, Social

અમદાવાદમાં પતિએ મહિલાને માર્યો માર,અન્ય પુરુષ સાથે સબંધ બાંધવા દબાણ કરવાનો પત્નીનો આરોપ.

પતિ અને સાસરિયા દ્વારા મહિલાને માર મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અત્યારે સ્ત્રી ઉપર અત્યાચારના કિસ્સાઓ…

પતિ અને સાસરિયા દ્વારા મહિલાને માર મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અત્યારે સ્ત્રી ઉપર અત્યાચારના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. કોઇના કોઇ કારણસર સાસરીપક્ષના લોકો પરીણિતા પર અત્યાચાર આચરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સામે આવ્યો છે. પતિ અને સાસરિયા દ્વારા મહિલાને માર મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે કુબેરનગરમાં રહેતી આ મહિલાને પતિ અને સાસુ દ્વારા ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. જેથી તેણે પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીપક્ષના લોક સામે ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાના જણાવ્યા પ્રમાણે તેના પતિ અને સાસુ તેને અન્ય પુરુષ સાથે સંબંધ બાધવા દબાણ કરી રહ્યા છે. તેણે ઇન્કાર કર્યો તો તેની સાથે અમાનવિય વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પતિ અને સાસુ તેના અત્યાચાર ગુજારી રહ્યા હતા.

જોકે, અસહ્ય ત્રાસથી કંટાળીને મહિલાએ આખરે મેઘાણીનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી. જેના પગલે પોલીસ પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તજવીજ હાથધરી છે.

અમાનવીય અત્યાચારની ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ જાય છે. જેમાં દેખાઇ છે કે બાળક તેડીને ઉભેલી પરીણિતા ઉપર તેનો પતિ લાફા અને ગડદાપાટું વરસાવી રહ્યો છે. મહિલાને વાળ પકડીને ઢસડી રહ્યો છે. ત્યારબાદ પતિ તેના ઉપર બેશી જાય છે.

આટલું ઓછું હોય તેમ બાજુમાં ઉભેલી સાસુ પણ મહિલાને મારવા લાગે છે. જ્યારે માસૂમ બાળક રડતો દેખાય છે. તે પોતાના પિતાને અટકાતો દેખાય છે. આ દ્રશ્યો જોઇને ભલભલા માણસને કંપારી વછૂટી જાય.

loading...