Relationship

જાણો શા માટે કપલે ઓછામાં ઓછુ કેટલું સેક્સ તો કરવુ જ જોઇએ

અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર સેક્સ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જોકે, હકીકત એ છે…

અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર સેક્સ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જોકે, હકીકત એ છે કે, આજકાસના કપલ 10 વર્ષ પહેલા જેટલું કરતા હતા તેનાથી પણ ઓછું સેક્સ કરી રહ્યા છેયટ 2010થી 2014ના ગાળામાં સરેરાશ અમેરિકન કપલ 2000થી 2004ની સરખામણીએ નવ ગણુ ઓછું સેક્સ કરતા થઇ ગયા છે.

તમે જેટલુ વધુ સેક્સ કરશો તેટલી તમને વધુ ખુશી મળશે તમારો તણાવ ઓછો થશે. સાયકોલોજી પ્રોફેસરનું કહેવુ છે કે લોકો હજુ પણ સારા પ્રમાણમાં સેક્સ કરી રહ્યા છે. અઠવાડિયામાં એક વાર સેક્સ ખરાબ ન કહી શકાય તમારે વધુ ખુશી જોઇએ તો તમારે સેક્સ પણ વધુ કરવુ જોઇએ. સેક્સ તમારા સંબંધોને મજબુત બનાવે છે અને તમારામાં ફીલ ગુડની લાગણી જન્માવે છે, જે તમારા હેલ્થને અસર કરે છે. જો તમે અઠવાડિયામાં એક વાર પણ સેક્સ ન કરતા હો તો તમારે તેના વિશે ગંભીરતાથી વિચારવુ જોઇએ અને તેના પર અમલ પણ કરવો જોઇએ. જો તમે એટલુ પણ સેક્સ નહી કરો તો તમે રિલેક્સ નહીં થઇ શકો અને તેનું પરિણામ શરીરમાં એનર્જી લેવલ ડાઉન થવાથી લઇને માનસિક ટેન્સનમાં પણ આવશે. સેક્સ જ આ બધાનો સચોટ ઇલાજ છે.

તમે આખો દિવસ ઓફિસ કે કામથી થાકી ગયા હો કે પછી લાઇફના બીજા કોઇ ટેન્સન હોય તો સેક્સ બધાથી મુક્તિ આપવાનો કુદરતી ઇલાજ છે. સેક્સ એટલે માત્ર ફિઝિકલ રિલેશન અને પાંચ દસ મિનિટનો જ ખેલ તેવુ સમજવાની ક્યારેય ભૂલ ન કરશો. સેક્સ એક અહેસાસ છે.

(Source : satyaday )

loading...