Relationship

જાણો કેમ અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરે છે સફેદ ચાદર, ગ્રામજનો માંગે છે વર્જિનિટીની સાબિતી

પૂનાના પિંપરીમાં ત્રણ લોકોની એટલાં માટે પિટાઈ કરવામાં આવી કેમ કે તેઓ સુહાગરાતના થનાર વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરી રહ્યા હતાં….

પૂનાના પિંપરીમાં ત્રણ લોકોની એટલાં માટે પિટાઈ કરવામાં આવી કેમ કે તેઓ સુહાગરાતના થનાર વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરી રહ્યા હતાં. પીડિતોએ પિટાઈ કરનાર લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. જેના પછી 40 લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતું સવાલ એ છે કે આખરે તે કયા લોકો છે જે સુહાગરાતના દિવસે વર્જિનિટી ટેસ્ટ કરે છે. આ લેખમાં આગળ જાણો કેવી રીતે કરે છે વર્જિનિટી ટેસ્ટ….
યર્વદાના ભટનગરમાં કંજરભટ નામનો સમુદાય રહે છે. સમુદાયમાં વર્ષોથી પરંપરા રહી છે કે તેઓ દુલ્હનોની સુહાગરાતના દિવસે વર્જિનિટી ટેસ્ટ કરે છે. એવામાં સવાલ ઉઠે છે કે શું કોઇએ તેનો વિરોધ કર્યો નહીં.

ઇન્ડોનેશિયામાં નોકરી માટે મહિલાઓ આપે છે વર્જિનિટી ટેસ્ટઃ-

ઇન્ડોનેશિયામાં મહિલાઓને મોર્ડર પોલીસ ફોર્સમાં જોડાવા માટે વર્જિનિટી ટેસ્ટ આપવો પડે છે. આ ટેસ્ટ વિરૂદ્ધ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ગાઇડલાઇન જાહેર કરી હતી. ઇન્ડોનેશિયાની માનવ અધિકાર સંગઠને તેના વિરૂદ્ધ પગલાં ભર્યા. છતાંય પ્રશાસન કોઇ કડક પગલા ઉઠાવવામાં અસફળ જ રહી.

વિરોધમાં બન્યું ‘સ્ટોપ ધ વી’

વર્જિનિટી ટેસ્ટના વિરોધમાં કંજરભટ સમુદાયના જ થોડાં યુવાઓએ ‘સ્ટોપ ધ વી’ નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. જેમાં 50થી વધારે લોકો જોડાયેલાં છે. આ ગ્રુપની મેમ્બરે જણાવ્યું કે ‘વી’ નો અર્થ વર્જિનિટી ટેસ્ટથી છે. આ ગ્રુપના 3 લોકોને પીટવામાં આવ્યા છે.

કેવી રીતે કરવામાં આવે છે વર્જિનિટી ટેસ્ટઃ-

સમુદાયની પરંપરા પ્રમાણે સુહાગરાતે પહેલાં ગામની પંચાયત દુલ્હનને એક સફેદ ચાદર આપે છે. પછી બધા લોકો વર-વધૂના રૂમની બહાર રાહ જુએ છે. બીજા દિવસે ચાદર ઉપર લાલ ધબ્બાના નિશાન મળે તો વધૂ ટેસ્ટમાં પાસ થાય છે. પરંતું જો ચાદર ઉપર લાલ ધબ્બા મળે નહીં તો વધૂ ઉપર લગ્ન પહેલાં કોઇ અન્ય સાથે સંબંધ બનાવવાનો આરોપ લાગે છે. જેના પછી તેને વિવિધ રીતે સજાઓ આપવામાં આવે છે.

ઇન્ડોનેશિયામાં નોકરી માટે મહિલાઓ આપે છે વર્જિનિટી ટેસ્ટઃ-

ઇન્ડોનેશિયામાં મહિલાઓને મોર્ડર પોલીસ ફોર્સમાં જોડાવા માટે વર્જિનિટી ટેસ્ટ આપવો પડે છે. આ ટેસ્ટ વિરૂદ્ધ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ગાઇડલાઇન જાહેર કરી હતી. ઇન્ડોનેશિયાની માનવ અધિકાર સંગઠને તેના વિરૂદ્ધ પગલાં ભર્યા. છતાંય પ્રશાસન કોઇ કડક પગલા ઉઠાવવામાં અસફળ જ રહી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(source : divyabhaskar )

loading...