Relationship

બોયફ્રેન્ડ નું માટીનું ઘર જોઈ યુવતીએ લગ્નની ના પાડી દીધી અને …

પ્રેમીએ ધોળાદિવસે યુવતીને મારી ગોળી… દિલ્હીમાં લગ્ન કરવાની ના પાડનારી ગર્લફ્રેન્ડથી નારાજ યુવકે તેને ધોળા દિવસે ગોળી મારી દીધી. જાણકારી…

Loading...

પ્રેમીએ ધોળાદિવસે યુવતીને મારી ગોળી…

દિલ્હીમાં લગ્ન કરવાની ના પાડનારી ગર્લફ્રેન્ડથી નારાજ યુવકે તેને ધોળા દિવસે ગોળી મારી દીધી. જાણકારી અનુસાર, બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને તેમના ઘરવાળાઓએ પણ લગ્ન નક્કી કરી લીધા હતા.

પણ યુવકનું ગામડાનું કાચું ઘર જોઈ યુવતીના ઘરવાળાઓએ લગ્ન તોડી નાખ્યા. ગોળી માર્યા બાદ આરોપી યુવક ફરાર થઈ ગયો છે જ્યારે યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી છે.

કાચું મકાન જોઈ તોડી નાખ્યા લગ્ન…

અહેવાલ અનુસાર, દિલ્હીના ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં રહેતો અબ્દુલ સમદ અહેમદ એક યુવતીને પ્રેમ કરતો હતો. અસદ બદાયૂનો રહેવાસી છે અને દિલ્હીમાં એક પ્રાઈવેટ જૉબ કરે છે. બીજી તરફ યુવતી ગાંધી નગરની એક કપડાંની દુકાનમાં કરે છે. બંનેના પરિવારવાળાને જ્યારે જાણ થઈ કે, તેઓ એકબીજાને પ્રેમ કરે છે તો તેઓ લગ્ન માટે રાજી થઈ ગયા.

આ દરમિયાન યુવતીના ઘરવાળા યુવકનું ઘર જોવા તેના ગામ પહોંચી ગયા. જ્યારે તેમણે જોયું કે, થનારા જમાઈનું ઘર કાચું છે તો તેમણે યુવકને પહેલા પાક્કુ ઘર બનાવી લેવાનું કહ્યું અને લગ્ન તોડી નાખ્યા.

મુલાકાત-વાતચીત બંધ થઈ ગયા…

યુવતીના પરિવારવાળાઓ તેને અસદ સાથે મળવા અને વાતચીત પર રોક લગાવી દીધી. યુવતીએ પોતાના ઘરવાળાઓને સમજાવવાના પ્રયત્નો કર્યા પણ વાત જામી નહીં જેથી તેણે અસદ સાથે અંતર બનાવી લીધું.

ગુસ્સે ભરાયેલા પ્રેમીએ કર્યું આવું…

આ આખી વાતથી અસર એટલો ગુસ્સે થયો કે, શુક્રવારે સવારે તે યુવતીને મળવા પહોંચ્યો. યુવતી પોતાની નાની બહેન સાથે જૉબ પર જવા માટે નીકળી હતી. અસદે યુવતી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તે તેને નજરઅંદાજ કરી જવા લાગી ત્યારે જ અસદે યુવતી પર ગોળી ચલાવી દીધી.

loading...