Relationship

અમદાવાદમાં એક રસપ્રદ કિસ્સો : લગ્નબાદ બુરખો ઉઠાવતા ઉડી ગયા પતિના હોશ..!

પત્ની પુરુષોની જેમ અવાજ કાઢે છે… અમદાવાદમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે અદાલતમાં તલાક માટે અપીલ…

Loading...

પત્ની પુરુષોની જેમ અવાજ કાઢે છે…

અમદાવાદમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે.

અહીં એક શખ્સે અદાલતમાં તલાક માટે અપીલ કરતો દાવો કર્યો છે કે, તેમની પત્ની પોતાના ચહેરા પર દાઢી ઉગાવી રહી છે.

અરજીકર્તાએ એમ પણ કહ્યું કે, તેમની પત્ની પુરુષોની જેમ અવાજ કાઢે છે. જોકે, કોર્ટ તરફથી તેમને કોઈ રાહત મળી નથી.

અરજીકર્તાએ કેસની સુનવણી દરમિયાન અદાલતને જણાવ્યું કે, લગ્ન પહેલા તેમણે પત્નીનો ચહેરો જોયો ન હતો. જ્યારે તેઓ પહેલીવાર લગ્ન માટે તેને જોવા ગયા હતા, તો તેણે દુપટ્ટો ઢાંકેલો હતો.

તેની સાસરીવાળાએ સામાજિક પરંપરાઓનો હવાલો આપતા કહ્યું કે, તેમની થનારી પત્નીનો ચહેરો જોવાની અને તેની નજીક જવાની તેમને પરમિશન નથી.

યુવકના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બાદ સાસરીવાળાઓએ બહુ જ ઓછા સમયમાં સગાઈની તારીખ નક્કી કરી દીધી હતી. એટલું જ નહિ, લગ્ન દરમિયાન પણ તેઓ પોતાનો ચહેરો જોઈ શક્યા ન હતા.

જ્યારે મેં પત્નીને પહેલીવાર જોઈ તો, તો તે ક્લીન શેવ અને મેકઅપમાં હતી. લગ્નને ૭ દિવસ વીતી ગયા હતા અને એક દિવસે હું નોકરી માટે બહાર ગયો હતો, તો મેં જોયું કે, મારી પત્ની દાઢી ઉગાવી રહી છે.

યુવકે કહ્યું કે, મેં મારી પત્ની સાથે ૧૫ દિવસ વિતાવ્યા, તો મેં જાણ્યું કે તે દાઢી ઉગાવી રહી છે અને તેનો અવાજ પણ પુરુષો જેવો છે.

જ્યારે યુવકે પોતાના સાસરીવાળાઓને પત્ની વિશે જણાવ્યું કે, તેઓ બોલ્યા કે, હવે તેમને સાથે જ રહેવું પડશે. આ મુદ્દે દંપતીની વચ્ચે થયેલા વિવાદ બાદ હવે કેસ પોલીસ પાસે પહોંચ્યો છે, અને આખરે યુવકે તલાક માટે અરજી દાખલ કરી છે.

કોર્ટમાં પત્નીના વકીલે પતિના આરોપોને ખોટા તથા પાયાવિહોણા બતાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ પત્નીના વકીલે આરોપ લગાવ્યો કે, પતિના પરિવારે તેમની પાસેથી દહેજની માંગ કરી હતી, જેને સાસરીવાળાઓએ પૂરી કરી હતી. તેમ છતાં પતિના પરિવારજનો તેને માસિક ઉત્પીડન કરવાની સાથે મારપીટ કરતા હતા.

loading...