Relationship, Social

મહિલા જેલરે સજા કાપી રહેલા કેદી સાથે માનવી રંગરેલિયા, બાંધ્યા શારીરિક સબંધ.

વેલ્સમાં એક મહિલા જેલ અધિકારી દ્વારા જેલમાં બંધ એક કેદી સાથે શારીરિક સંબંધ બનાવવાનો એક મામલો સામે આવ્યો છે. જેલ…

વેલ્સમાં એક મહિલા જેલ અધિકારી દ્વારા જેલમાં બંધ એક કેદી સાથે શારીરિક સંબંધ બનાવવાનો એક મામલો સામે આવ્યો છે. જેલ પ્રશાસનને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે આરોપી મહિલા અધિકારીને બર્ખાસ્ત કરી દેવાયાં. મળતી ખબર અનુસાર મહિલા જેલ અધિકારી શોના ક્લિએરી એક પ્રાઇવેટ જેલ એચએમ પ્રીઝન પાર્કમાં કાર્યરત હતી.

આ જેલ દક્ષિણી વેલ્સનાં બ્રિજએંડ વિસ્તારમાં આવેલ છે. એવું જણાવાઇ રહ્યું છે કે મહિલા અધિકારીએ જેલમાં બંધ એક કેદી કર્ટ જર્મનને છુપાવીને રાખવામાં આવેલ મોબાઇલ ફોન પર ખાનગી મેસેજ મોકલવાનાં શરૂ કરી દીધાં. તમને જણાવી દઇએ કે કર્ટ જર્મન એક 77 વર્ષીય વ્યક્તિ પર જાનથી હુમલો કરવાનાં ગુનામાં 10 વર્ષની સજા ભોગવી રહેલ છે.

જો કે આ ઘટનાને મામલે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે કેદી જર્મને મહિલા અધિકારીને પ્રથમ વાર ગયા વર્ષનાં ઓગષ્ટમાં કોલ કર્યો હતો. આ કોલ જર્મને તે જ સેલફોનથી કર્યો હતો કે જેને જેલમાં છુપાવીને રાખ્યો હતો.

બાદમાં મહિલા અધિકારીએ પણ કેદીને મેસેજ કરવાનું શરૂ કરી દીધું. જો કે આરોપી મહિલા અધિકારીનો ફોન અને લેપટોપ જપ્ત કરી લેવામાં આવ્યાં અને આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી. આરોપી મહિલા અધિકારીને 16 સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં.

loading...
Related Articles