Social

ડેટિંગ ડિક્શનરીઓ. રોમાન્સ ની દુનિયામાં અજીબોગરીબ શબ્દો..

હેય, શાલુ, તારું બ્રેડક્રમ્બિંગ કેમ ચાલે છે? પલ્લુના પ્રશ્નનો જવાબ શું આપવો એ ૩૨ વર્ષની શાલિનીને સમજાયું નહીં. એણે આ…

હેય, શાલુ, તારું બ્રેડક્રમ્બિંગ કેમ ચાલે છે? પલ્લુના પ્રશ્નનો જવાબ શું આપવો એ ૩૨ વર્ષની શાલિનીને સમજાયું નહીં. એણે આ શબ્દ જ પહેલીવાર સાંભળ્યો હતો. ૨૫ વર્ષની પલ્લવી સ્માર્ટ હતી. એણે કહ્યું,

*પગલી, યુ નીડ ટુ નો એન્ડ લર્ન ધ વર્ડસ ઓફ ડેટિંગ. યંગસ્ટર્સ હવે આ જ ભાષામાં વાત કરે છે.

* શાલિની પલ્લુ સામે તાકી રહી, એને થયું કે નવી ડિક્શનરી વિશે જાણવું તો પડશે. રોમેન્સની દુનિયાના કેટલાક અજીબોગરીબ શબ્દોના નામ સાંભળીને તમે જરૃર આશ્ચર્ય પામશો. આ શબ્દોના ઉપયોગ દ્વારા તમારી રોમેન્ટિક લાઈફને જાણી શકો છો અને સમજી લઈને બહેતર બનાવી શકો છો. ડેટિંગ આમ તો સમજવું મુશ્કેલ છે. ડેટિંગની કેટલીક ખરાબ રીતો એને ઔર પેચીદો બનાવે છે.

એ એક જુગાર છે. તમે જોખમ ઉઠાવો, વિજેતા બનો અથવા તો ડેટિંગનો નવો અનુભવ સાથે લઈને જીવનમાં આગળ વધો છો. પરંતુ દરેક રમતનો એક નિયમ હોય છે, જે હંમેશાં જીતની દિશા તરફ ઈશારો કરે છે. અહીં એક એવી ડિક્શનરી પ્રસ્તુત છે જે તમારે ડેટિંગ વખતે જે કહેવું હોય, જે મનોભાવના હોય એને આસાન બનાવી દે છે. તો, આવો જાણીએ એવા સ્પેશ્યલ શબ્દો.

ઘોસ્ટિંગ બધું બરાબર ચાલતું હોય ને બેમાંથી એક જણે અચાનક વાત કરવાની બંધ કરી દીધી. દરેક ટ્વિટ્સ, પોસ્ટ, લાઇક્સ, ફોટો, મેસેજીઝ  અને ફોન ગાયબ થઇ ગયાં અને એમણે ફરી તમારો સંપર્ક કરવાની કોશિશ પણ ના કરી. શું તમારી સાથે આવું બન્યું છે? દુ:ખદ હકીકત એ છે કે તમે ઘોસ્ટિંગના ભોગ બન્યા છો. એટલે કે તમારી સાથે છેતરપિંડી થઇ છે.

અલબત્ત, દરેક છેતરનારના છેતરવાનું કારણ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે લોકો સંબંધ તોડી નાખવા માટે આ રસ્તો અપનાવે છે. કારણકે તેમને લાગે છે કે ફોર્મલ બ્રેક એ કરવા કરતા આ રસ્તો આસાન છે. આ પ્રકાર રોમેન્સની ડિક્શનરીમાં ઘોસ્ટિંગ તરીકે ઓળખાય છે.

બ્રેડક્રમ્બિંગ

કોઈવાર એક પુરુષ અચાનક તમારા જીવનમાં આવી જાય ને પછી એવી જ રીતે ગાયબ થઇ જાય. વળી પાછો થોડા દિવસે અચાનક પ્રગટે, તેથી તમને લાગે કે તમારી બંને વચ્ચે કઈંક છે જ. આવું બન્યું છે તમારા જીવનમાં?? તો એને અંગ્રેજીમાં કહેવાય છે બ્રેડક્રમ્બિંગ. આ એક્ઝેક્ટ્લી એવું છે જેમ કે બોસ તમને સતત બેસ્ટ પરફોર્મન્સ આપતા રહેવાનું કહે પણ એમની કોઈ વિશેષ રુચિ તમારામાં ના હોય!

કેટફિશિંગ

ડેટિંગની દુનિયાનો બીજો શબ્દ છે કેટફિશિંગ. આ એક એવો સંબંધ છે જેમાં તમે લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યાં હો પણ પર્સનલી કદી મળ્યા ના હો. આવા સંબંધ મોટાભાગે ઓનલાઇન બંધાતા હોય છે. સોશિઅલ મીડિયા પાર ખોટી આઇડેન્ટિટી ઊભી કરીને ઘણા પુરુષો સ્ત્રીઓને ફસાવવાની કોશિશ કરતા હોય છે. પરંતુ જયારે તમે તેમને વ્યક્તિગત રીતે મળો ત્યારે આઘાત પામી જાઓ કે અરે, ફોટામાં જોયેલી આ વ્યક્તિ છે જ નહિ.

આજકાલ આવા કિસ્સા ઘણા વધી ગયા છે જેમાં કોઈ વ્યક્તિ નકલી ઓળખ આપીને વિજાતીય વ્યક્તિને ફસાવી શકે છે. કેટલીકવાર તો એવી અંગત વાતો થાય કે સામેની વ્યક્તિ પ્રેમમાં પડી જાય. પછી ખબર પડે કે કોમ્પ્યુટર સ્ક્રીનની પેલે પાર બેઠેલી/બેઠેલો કોઈક બીજું જ છે. તેથી જ ઓનલાઇન કોઈ તમને પટાવવાની કોશિશ કરતુ હોય કે અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારીને એની સાથે અંગત વાતો શેર કરતા પહેલા સો વાર વિચાર કરવો. નહિ તો તમે કયારે કેટફિશિંગનો ભોગ બની જશો ખબર નહિ પડે.

કુશનિંગ

આ શબ્દ એવા સંબંધ માટે છે જેમાં વ્યક્તિ એક સંબંધમાં તો હોય છે જ, પરંતુ એક ‘બેકઅપ’ વિકલ્પ પણ રાખે છે. આ બેકઅપ્સ જ ઘણીવાર પહેલા મુખ્ય સંબંધને ટકાવી રાખે છે. આ થોડું ઘણું બ્રેડક્રમ્બિંગ જેવું હોય છે. પરંતુ વ્યક્તિ અહીં ત્યારે જ તમારામાં રસ બતાવે છે જયારે એનો પહેલો સંબંધ પૂરો થઇ જાય. ત્યાં સુધી એ કયારેક કયારેક તમારી સાથે ફ્લર્ટ કરીને તમને મૂંઝવી શકે છે, જેથી સમય આવ્યે એ તમારી સાથે ફરી જોડાઈ શકે.

લવબોમ્બિંગ

પ્રેમની વર્ષા કે સામેની વ્યક્તિને ભીંજવી દેવાની ક્રિયા લવબોમ્બિંગ કહેવાય છે જેમાં પ્રેમ કરનાર વ્યક્તિ સતત એસએમએસનો મારો ચલાવ્યા કરે, સતત ફોન કરે, વોટ્સ એપ કાર્ય કરે ને એ રીતે હંમેશા તમારું ધ્યાન એની તરફ કેન્દ્રિત કરવાની કોશિશ કરે એને લવ બોમ્બિંગ કહે છે. આવી વ્યક્તિ બહુ ઝડપથી એને તમારે માટે પ્રેમ છે એ વાત જગજાહેર કરી દે છે. અહીં બોમ્બિંગ શબ્દ એટલે પ્રયોજ્યો છે કેમકે એ ગતિનો નિર્દેશ કરે છે.

આવી વ્યક્તિઓ બધું ઝડપથી કરવામાં, વગર વિચાર્યે કરવામાં અને તમારો વિશ્વાસ જીતી લેવાના પ્રયત્નો કરે છે. હકીકતમાં એના મનમાં શું છે એ વિચારવાની તેઓ તમને તક જ નથી આપતા. જો આ પ્રેમ સફળ પણ થાય તોય એ તમને બીજા સંબંધોથી દૂર કરી દે એવું બની શકે. આવી છે આ નવા શબ્દોની માયાવી દુનિયા!

loading...