Social, Sports

લગ્નનાં ૮ વર્ષ પછી ધોનીના આ ખુલાસાથી પત્નીને લાગશે આંચકો..!

તમામ ઇન્ડિયન ક્રિકેટ ફેન્સને લાગે છે કે તેઓ ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ ધોની વિશે બધું જાણે છે, પરંતુ ફેન્સનો આ…

તમામ ઇન્ડિયન ક્રિકેટ ફેન્સને લાગે છે કે તેઓ ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ ધોની વિશે બધું જાણે છે, પરંતુ ફેન્સનો આ ભ્રમ માહીએ તોડી દીધો. જી હા, માહીના કેટલાક એવા પણ ટૉપ સિક્રેટ્સ છે જેના વિશે તેમની ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને એટલું જ નહી કેપ્ટન ધોનીએ પોતે જ આ અંગેનો ખુલાસો કર્યો છે.

તાજેતરમાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ એક પ્રમોશનલ ઇવેન્ટમાં પોતાના ફર્સ્ટ ક્રશની વાત કરી હતી. ધોનીએ માત્ર નામ જ નહી, પરંતુ પહેલી વખત ક્યારે પ્રેમ થયો હતો તે વિશે પણ જાણકારી આપી હતી.

IPL 11 ‘ગલ્ફ ઑઇલ ઇન્ડિયા’ ફ્રેન્ચાઇઝીની એક મોટી સ્પૉન્સર છે, જેનો લોગો ચેન્નાઇ સુપરકિંગ્સની જર્સી પર જોવા મળે છે. તાજેતરમાં જ આ ઇવેન્ટ દરમિયાન CSKના પ્લેયર્સે ખૂબ જ મસ્તી કરી, આ વચ્ચે જ્યારે કેપ્ટન ધોનીને તેના ફર્સ્ટ ક્રશ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે પહેલા તો ધોની શરમાઇ ગયો પરંતુ પોતાની દિલની વાત તેણે પબ્લિકલી કરી દીધી.

ફર્સ્ટ ક્રશના સવાલ પર ધોનીએ જણાવ્યુ કે, જ્યારે 12માં ધોરણમાં હતો ત્યારે પહેલી વખત એક ગર્લ પસંદ આવી છે, ધોનીએ પોતાના ફર્સ્ટ ક્રશનું નામ સ્વાતિ જણાવ્યુ અને આ વાત 1999ની છે. ધોનીના લગ્ન 2010માં થયા હતા, જોકે લગ્નના 8 વર્ષ પછી આ ખુલાસાથી લોકો આશ્ચર્ય પામી ગયા હતા.

જણાવી દઇએ કે આ ઇવેન્ટ CSKના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઇવ કરવામાં આવી રહી હતી. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી બોલીવુડ ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ આ વાતનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

loading...