Social

જોવો મિસ વર્લ્ડ માનુશી ચિલ્લર ના ખાસ ઈન્સ્ટાગ્રામ ફોટોઝ…!

સૌંદર્ય પ્રતિયોગિતાની દરેક વિજેતાનો આગામી પડાવ બોલિવુડ હોય છે. મિસ વર્લ્ડ રહી ચૂકેલ એશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપરા પછી હવે…

સૌંદર્ય પ્રતિયોગિતાની દરેક વિજેતાનો આગામી પડાવ બોલિવુડ હોય છે. મિસ વર્લ્ડ રહી ચૂકેલ એશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપરા પછી હવે મિસ વર્લ્ડ Manushi Chhillar પણ બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે.

એક ઈન્ટરવ્યુમાં Manushi Chhillar એ જણાવ્યું હતું કે, તેણે બોલિવુડ માટે ક્યારેય દરવાજા બંધ રાખ્યો નથી. તેનું માનવું છે કે, તેની અંદર પણ એક અભિનેત્રી છુપાયેલી છે.

મિસ વર્લ્ડ ૨૦૧૭ નો ખિતાબ પોતાના નામે કરનાર માનુષી આજકાલ એન્જોયમેન્ટના મૂડમાં છે. તે ઘણા મેગેઝીન કવર અને ઇવેન્ટનો હિસ્સો બની ચૂકી છે. માનુષી અત્યારે ન્યુઝીલેન્ડમાં એન્જોય કરી રહી છે. જેના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે.

દિલ્હીની માનુષી છીલ્લરે દુનિયાનું દિલ જીતી મિસ વર્લ્ડ ૨૦૧૭ નું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. ૨૦ વર્ષની માનુષી મેડીકલ સ્ટુડન્ટ છે. તમને જણાવી દઈએ કે, મિસ ઇંગ્લેન્ડ પ્રથમ રનરઅપ બની હતી જ્યારે મિસ મેકિસકોને સેકેન્ડ રનરઅપ તરીકે પસંદ કરવામાં આવી હતી.

દિલ્હીની માનુષીનો જન્મ ૭ મે ૧૯૯૭ માં થયો છે. તેણે મેડિકલનો અભ્યાસ કર્યો છે. માનુષી ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને વર્તમાન અભિનેત્રી પ્રિયંકા ચોપરાની જેમ બનવા ઈચ્છે છે.

ગર્વની વાત એ છે કે, ૧૭ વર્ષ બાદ કોઈ ભારતીય છોકરીએ આ ટાઈટલ જીત્યું છે આ અગાઉ ૨૦૦૦ માં પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની હતી. માનુષીની આ જીત સાથે જ ભારત મિસ વર્લ્ડનું ટાઈટલ સૌથી વધુ વખત જીતનાર દેશ બની ગયો છે.

ભારતે કુલ ૬ વખત આ ટાઈટલ જીત્યું છે. અત્યાર સુધી રેઈતા ફરિયા (૧૯૯૬), એશ્વર્યા રાય (૧૯૯૪), ડાઈના હેડન (૧૯૯૭), યુક્તા મુખી (૧૯૯૯), પ્રિયંકા ચોપરા (૨૦૦૦) અને માનુષી છીલ્લર (૨૦૧૭) ને મળીને કુલ ૬ વખત આ ટાઈટલ ભારત જીતી ચુક્યું છે.

loading...